પોલીસ સ્ટેશન ખાતે આવેલ અરજદારોની મોબાઇલ ગુમની અરજીઓ બાબતે CDR એનાલીસીસ કરી તેમજ CEI પોર્ટ.આર. માધ્યથી ટ્રેસ થયેલ 21 મોબાઈલ ફોન શોધી તેમજ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ચોરીમાં ગયેલ 11,40’,000 કિંમતના 28 તોલા સોના-ચાંદીના દાગીના રીકવર કરી નામદાર કોર્ટના હુકમ મુજબ અંજાર પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજ કો અર્પણ” નુ આયોજન કરી મુળ માલીક/અરજદારને મોબાઈલ ફોન તથા સોના-ચાંદીના દાગીના અંજાર PI એ.આર.ગોહીલના હસ્તે સુપ્રત ક૨વામાં આવ્યા હતા. ત્યારે આજરોજ સુરક્ષા સાથે સેવાનું ઉતરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સુત્રને અંજાર પોલીસે સાર્થક કર્યું છે. આ સફળ કામગીરીમાં અંજાર PI એ.આર.ગોહીલ, PSI જે.એસ.ચુડાસમા,જી.ડી.ગઢવી,એસ.જી.વાળા તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરક્ષા સાથે સેવાનું ઉતરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સુત્રને અંજાર પોલીસે સાર્થક કર્યું છે. પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સધાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃતી કાર્યો કરવા ઉપરી અધિકારીઓ દ્વારા સુચના આપેલ હોવાથી અંજાર પીઆઈ એ.આર.ગોહીલે જાતેથી રસ દાખવી અરજદારોની મોબાઇલ ગુમની અરજી બાબતે સી.ડી. આર તથા સી.ઈ.આઈ.આર. પોર્ટલના માધ્યમથી મોબાઇલ ફોન શોધવા પોલીસ સ્ટાફના માણસોને સુચના કરેલ હોવાથી પો.સ્ટે ખાતે આવેલ અરજદારોની મોબાઇલ ગુમની અરજીઓ બાબતે સી.ડી.આર એનાલીસીસ કરી તેમજ સી.ઈ.આઈ પોર્ટ.આર. માધ્યથી ટ્રેસ થયેલ 21 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવી હતી.
તેમજ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ચોરીમાં ગયેલ 11,40,000 કિંમતના 28 તોલા સોના-ચાંદીના દાગીના રીકવર કરી નામદાર કોર્ટના હુકમ મુજબ અંજાર પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજ કો અર્પણ” નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુળ માલીક/અરજદારને મોબાઈલ ફોન તથા સોના-ચાંદીના દાગીના અંજાર પીઆઈ એ.આર.ગોહીલના હસ્તે સુપ્રત ક૨વામાં આવ્યા હતા. આ સફળ કામગીરીમાં અંજાર પીઆઇ એ.આર.ગોહીલ, સઆઇ.જે.એસ.ચુડાસમા,જી.ડી.ગઢવી,એસ.જી.વાળા તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે
અહેવાલ: ભારતી માખીજાણી