- પોલીસે અરિહંતનગર સોસાયટી પાછળ કેનાલ પાસે થયેલ ખુનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
- પોલીસે ખુનના ગુનાનો ભેદ ઉકેલી આરોપી ઈન્દ્રજીતસિંહ ગુર્જરને ઝડપ્યો
- કામગીરી પોલીસ સ્ટેશનના PI, PSI અને પોલીસ સ્ટાફના માણસોની ટીમોએ કર્યું
અંજાર પોલીસે અરિહંતનગર સોસાયટી પાછળ આવેલ કેનાલ પાસે થયેલ ખુનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, ગતરોજ અંજાર તાલુકા વિસ્તારના અરિહંતનગર સોસાયટી પાછળ આવેલ કેનાલમાં એક લાશ મળી આવેલ હોવાની હકિકત જાણવા મળતા અંજાર PI તાત્કાલીક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યા પોંહચી મૃતદેહને બહાર કાઢી ઓળખ કરી. તેમજ હ્યુમનસોર્સ આધારે મોત નિપજાવનાર ઈસમ ઈન્દ્રજીતસિંહ ગુર્જરને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ઉંડાણપુર્વક પુછપરછ કરતા જાણવા મળ્યું કે મરણજનારનો કિંમતી ફોન પડાવી લેવા બાબતે મારી નાખેલ હોવાની કબુલાત આપી હોવાથી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના PI એ.આર.ગોહીલ, PSI એસ.જી.વાળા,પી.એન.ઝાલા તેમજ અંજાર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોએ સાથે રહી કરેલ હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર, ગતરોજ અંજાર તાલુકા વિસ્તારના વરસામેડી ગામની સીમમાં આવેલ અરિહંતનગર સોસાયટી પાછળ આવેલ કેનાલમાં એક લાશ મળી આવેલ હોવાની હકિકત જાણવા મળતા અંજાર પીઆઈ એ.આર.ગોહીલે તાત્કાલીક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યા પોંહચી મૃતદેહને બહાર કાઢી ઓળખ કરી જેઓને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોચાડેલ હોવાનું જણાઈ આવતા તુંરત પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેમજ આજુબાજુના લાગતા વળગતા સી.સી.ટી.વી ફુટેજ એનાલીસીસ તેમજ વર્ક આઉટ કરી તેમજ હ્યુમનસોર્સ આધારે મોત નિપજાવનાર ઈસમ ઈન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જરને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ઉંડાણપુર્વક પુછપરછ કરતા મરણજનાર રાહુલ ગૌડની સાથે રહેતા ઈન્દ્રજીતસિંહ તથા સહ આરોપી ધીરજકુમાર રહે.ઉતરપ્રદેશ વાળાએ મરણજનારનો કિંમતી ફોન પડાવી લેવા બાબતે મારી નાખેલ હોવાની કબુલાત આપી હોવાથી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને પોલીસે જણાવ્યું કે,ધીરજને ઝડપી પાડવા ચોમેર શોધખોળ ચાલી રહી છે. આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.આર.ગોહીલ, પીએસઆઇ એસ.જી.વાળા,પી.એન.ઝાલા તેમજ અંજાર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોએ સાથે રહી કરવામાં આવી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી