- ભૂકંપમાં અવસાન પામનાર પ્રાથમિક શાળાના નાનાં ભૂલકાંઓ, શિક્ષકોની યાદમાં પ્રાર્થના હોલ બનશે
- રજૂઆત બદલ વિકાસ સત્તા મંડળ દ્વારા રજૂઆતને માન્ય રખાઈ
અંજાર: 2001માં આવેલા વિનાશક ભૂકંપે સમગ્ર કચ્છ સહિત ઐતિહાસિક અંજારમાં મોટાપાયે તારાજી સર્જી હતી. તેમજ ભૂકંપમાં અવસાન પામનાર પ્રાથમિક શાળાના નાનાં ભૂલકાંઓ, શિક્ષકોની યાદમાં બનાવાયેલા મેમોરિયલ ખાતે અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હોલ બનાવવામાં આવશે. આ મામલે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રજૂઆત બદલ અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા આ રજૂઆતને માન્ય રાખવામાં આવી હતી. આ ઉપરાંત રૂા. 50 લાખની રકમની મંજૂરી આપવામાં હતી અને સિવિલ એન્જિ અને આર્કિટેક્ટ એશોસીએશનના પ્રમુખ વિવેક આર. પંડ્યાને પત્ર પાઠવવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, 2001માં આવેલા વિનાશક ભૂકંપે સમગ્ર કચ્છ સહિત ઐતિહાસિક અંજારમાં મોટાપાયે તારાજી સર્જી હતી. ભૂકંપમાં અવસાન પામનાર પ્રાથમિક શાળાના નાનાં ભૂલકાંઓ, શિક્ષકોની યાદમાં બનાવાયેલા મેમોરિયલ ખાતે અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હોલ બનાવવામાં આવશે. આ મામલે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.ખત્રી બજારમાં શાળાના 185 વિદ્યાર્થી, 21 શિક્ષક, 2 પોલીસકર્મી તેમજ 1 ક્લાર્કનું મોત નીપજ્યું હતું. અંજારના જૂના ગામતળે 9 મીટર રોડ પાસે આવેલા મેમોરિયલ પાર્ક (વિરાંજલિ પાર્ક) મધ્યે દર વર્ષે 26મી જાન્યુઆરીના ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં અંજાર વાલી મંડળ દ્વારા આ શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવે છે.
વાલી મંડળના સભ્ય અશોક સોની દ્વારા આ સ્થળે એક પ્રાર્થના હોલનું નિર્માણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી, આ રજૂઆત બદલ અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા આ રજૂઆતને માન્ય રાખવામાં આવી હતી. રૂા. 50 લાખની રકમની મંજૂરી આપવામાં હતી. અંજાર સિવિલ એન્જિ અને આર્કિટેક્ટ એશો.ના પ્રમુખ વિવેક આર. પંડ્યાને પત્ર પાઠવાયો છે. અંજારના ટી.પી.-2 મધ્યે આવેલા મેમોરિયલ પાર્ક (પ્લોટ નં 975), રિઝર્વેશન વાળી જગ્યામાં રૂા. 50 લાખની મર્યાદામાં પત્રમાં દર્શાવ્યા મુજબની શરતો / માપદંડને આધારે સૂચિત આયોજન મંગાવવામાં આવ્યું છે.
અહેવાલ: ભારતી માખીજાણી