અંધજન મંડળ કે.સી.આર.સી ભુજ અને સમસારા ગ્રૂપ (સી- ટ્રેંડ)દ્વારા ગાયત્રી મંદિર, અંજાર ખાતે આજુબાજુના ગામના દિવ્યાંગ બહેનો માટે સિલાઈ તાલીમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 16 જેટલી દિવ્યાંગ બહેનો જોડાઈ હતી. 10 દિવસ તાલીમમાં લાભાર્થી બહેનો તાલીમબદ્ધ થયા બાદ સંસ્થા દ્વારા રૂ.15 હજારની કીમતના મોટરાઈઝ સિલાઈ મશીન ની:શુલ્ક વિતરણ આજરોજ કરવામાં આવ્યા. આ તાલીમનો હેતુ છે કે દિવ્યાંગ બહેનો સિલાઈ તાલીમ મેળવીને બીજા દિવ્યાંગ બહેનોને તાલીમ આપે અને પોતે સિલાઈ કામના શિક્ષક બની સ્વરોજગારી મેળવતા થાય અને સમાજમાં અન્ય દિવ્યાંગ બહેનોને મદદરૂપ થાય.સમાજમાં–પરિવારમાં કુદરતી ખોડખાપણથી પીડિત દિવ્યાંગ મહિલાઓ સ્વમાનભેર જીવવા ,તેમને પગભર બનાવવા માટેના પુરુષાર્થ કરવો એના જેવો અન્ય ધર્મ નથી.
આજરોજ ગાયત્રી મંદિર, અંજાર ખાતે આ સિલાઈમશીન વિતરણ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય થી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોમાં સમસારા ગ્રુપના મુકેશ ઓઝા અને અન્ચીતા મેહતા અંધજન મંડળ અમદાવાદના જનરલ સેક્રેટરી ડૉ.ભૂષણ પુનાનીસાહેબ, વર્ચ્યુઅલ જોડાયા હતા.
ડેપ્યૂટી ડાઇરેક્ટર ભરત જોષીએ આ પ્રોગ્રામનો હેતુ અને સમગ્ર ગુજરાતમાં 2000 દિવ્યાંગ બહેનોને તાલીમ આપી પગભર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા એ સંસ્થાની કામગીરી ને બિરદાવી હતી અને દિવ્યાંગ બહેનોની સેવા માટે હમ્મ્મેશા મદદની ખાતરી આપી હતી તેમના દ્વારા તાલીમ દરમ્યાન બહેનોને બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.. ગાયત્રી મદિર ટ્રસ્ટના ટ્રસ્ટી હસમુખ ઠક્કર અને વિષ્ણુ તથા નટુ જોશીએ 15 દિવસ તાલીમ દરમ્યાન ખુબ સારી સેવા આપી હતી જેર બદલ સંસ્થા દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તાલીમની શરૂઆતમાં કચ્છના પૂર્વ કચછીમંત્રી વાસણભાઈ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી.
અંધજન મંડળ અને સમસારા ગ્રુપનો એક જ હેતુ છે કે કચ્છના છેવાડાના ગામોમાં દિવ્યાંગ બહેનો સુધી આવા તાલીમ કાર્યક્રમ કરીને તેમને સિલાઈ મશિન અર્પણ કરવામાં આવે અને તેમને રોજગારી પ્રાપ્ત થાય અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય.આ કાર્યક્રમને સફળ બનાવવામાં અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, મંજુલાબેન મારવાડા તથા ગાયત્રી મંદિર અંજારની સમગ્ર ટીમે સાથ સહકાર આપ્યો.
આ કાર્યક્રમમાં આજે ભોજનના દાતા ભરત પ્રજાપતિ અને તેમના પરિવારનો સહયોગ મળ્યો હતો. આભારવિધિ ગાયત્રી મંદિરના પુજારી નટુ જોશીએ કરી હતી.
અહેવાલ : રમેશ ભાનુશાલી