- મહાકુંભનો યોગ તીર્થરાજ પ્રયાગ ત્રિવેણી સંગમ ક્ષેત્રમા થશે
- મહાકુંભમાં ગુજરાત,કચ્છ, પંજાબ તથા પૂજ્ય સ્વામીજીના ભક્તો માટે ભોજન ભંડારાની વ્યવસ્થા કરાઈ
- અમૂલનું ઘી, 10 ટન બાસમતી તથા વિવિધ સામગ્રીનું સ્ટોક રાખવામાં આવ્યો
અબડાસા: આ વર્ષે લાગનાર મહાકુંભ પ્રયાગ 2025મા બૃહદ રૂપમાં આયોજન કરવામાં આવ્યો છે. જ્યાં ગુજરાત, કચ્છ, પંજાબ તથા પૂજ્ય સ્વામીજીના ભક્તો માટે આવાસ ભોજન ભંડારા, વિશાળ કેમ્પની વ્યવસ્થા કરવા આવી છે. તેમજ અહીં વિશેષ મહાકુંભમાં આવતા વિરક્ત સંન્યાસીઓ સેવાનુ અનેરો માહત્મ્ય છે. આ ઉપરાંત અહી અમૂલ દેશી ઘીના 700 જેટલા ટીન , 10 ટન બાસમતી તથા અન્ય વિવિધ સામગ્રીનું સ્ટોક રાખવા આવ્યું છે. અહી મુખ્યત્વે કચ્છ કડવા પાટીદાર સમાજથી આવતા પૂજ્ય ભારતી દીદી,પૂજ્ય કાર્શિન જ્યરતિમાયાનંદ હિમાચલથી પૂજ્ય નારાયણપુરીજી,પંજાબથી નારયણ પુરી કળવાનું વાળે,અને કેનેડા અને પંજાબના મોગા પ્રાંતથી આવતા સંત મહેશ મુનિનો સહકાર્ય અને વ્યવસ્થાનું અનુભાગ છે. તેમજ સરકાર તરફથી અલભ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વર્ષે મહાકુંભ નો યોગ તીર્થરાજ પ્રયાગ ત્રિવેણી સંગમ ક્ષેત્ર મા થાશે પૂજ્ય સ્વામીજી ભગવતાનંદ જી ની છેલ્લા ૪૮ વર્ષ થી ગંગદેવજી વિરક્ત મંડળી ના નામ થી પૂર્ણ ભારત ભરમાં વિચરણ કરતી એક મેવ જમાત છે, જે દેશ ના ખૂણે ખૂણે જઈ ને ધ્રમપ્રચાર્થે વિચરણ કરે છે
આ મંડળી માં સર્વ સંપ્રદાય ના સંતો રહે છે પૂજ્ય સ્વામીજી ની ઓળખ આમ તો આપણા સદગુરુ શ્રી વાલદાસ જી મહારાજ ના માધ્યમથી થઈ,પૂજ્ય વાલદાસ જી એક વાર ગંગા જી માં સ્નાન કરતા ગંગા ના વેગ માં તણાયા તે વખતે સ્વામીજી ગંગા ની સામે ની પાળે સ્નાન કરતા અચાનક આવું દ્રશ્ય નિહાળતા સ્વામીજી વહેતા પૂર ના પાણી માં જંપ લાવી વાલદાસજી ને બહાર કાઢી યોગ્ય સારવાર આપી હતી. તે દિવસ પૂજ્ય વાલદાસ જી સ્વામીજી ને પૂજનીય ભાવ થી નિહાળતા,પૂજ્ય સ્વામીજી ની મંડળી પ્રયેક કુંભ ક્ષેત્ર માં વિશાળ આયોજન કરતા રહ્યા છે , આ કુંભ માં ગુજરાત , પંજાબ , હિમાચલ , મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ થી બહોળો સમુદાય જોડાયલ છે. પંજાબ થી આવતા હિન્દુ સિખ,ગુરુદ્વારા ના વિશેષ સેવકો અહીં પોતાની સેવા અર્પણ કરે છે.
આ વર્ષે લાગનાર મહાકુંભ પ્રયાગ ૨૦૨૫ મા બૃહદ રૂપ માં આયોજન કરવામાં આવ્યો છે,જ્યાં ગુજરાત , કચ્છ, પંજાબ તથા પૂજ્ય સ્વામીજી ના ભક્તો માટે આવાસ ભોજન ભંડારા ની વ્યવસ્થા કરવા આવી છે. પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે ૮ એકર માં વિશાળ કેમ્પનું આયોજન છે જેમાં ૪૫૦ સંત મહાપુરુષો નું આવાસ ૧૭૦ ટેન્ટ સિટી ના ટેન્ટ,તથા આજુબાજુ માં કમસે કમ ૧૫૦ ટેન્ટ અને અન્ય રૂમો ની વ્યવસ્થા કરવામાં આવી છે.અહીં વિશેષ કુંભ માં આવતા વિરક્ત સંન્યાસીઓ સેવા નું અનેરો માહત્મ્ય છે,વિરક્તો નું આવાસ ભોજન અહીં મુખ્ય ધ્યેય હોય છે.પ્રત્યેક દિવસના ભંડારા માં ૭૦૦૦માણસોનું ભોજન શુધ્ધ ધી થી તૈયાર કરવામાં આવે છે, આમ ૧જાન્યુઆરી થી ૧૨ ફેબ્રુઆરી સુધી ૪૦ દિવસ નું અનુષ્ઠાન માં ભોજન વ્યવસ્થા માં ત્રણ લાખ પચાસ હાજર માણસો ની વ્યવસ્થા કરવા આવી છે.આવાસ માટે આવતા યાત્રીઓની ટેન્ટ,પ્લાયરૂમ અને પગોળા જેવા અસ્થાયી સ્વરૂપ ની વ્યવસ્થા છે.
અહીં સામગ્રી ની વાત કરીએ તો અમૂલ ના દેશી ઘી ના ૭૦૦ જેટલા ટીન , ૧૦ ટન બાસમતી, ૮ ટન સાકાર તથા અન્ય વિવિધ સામગ્રી નું સ્ટોક રાખવા આવ્યું છે. અહી મુખ્યતેવ કચ્છ કડવા પાટીદાર સમાજ થી આવતા પૂજ્ય ભારતી દીદી,પૂજ્ય કાર્શિન જ્યરતિમાયાનંદ હિમાચલ થી પૂજ્ય નારાયણપુરીજી,પંજાબ થી શ્રી નારયણ પુરી કળવાનું વાળે,અને કેનેડા અને પંજાબના મોગા પ્રાંત થી આવતા સંત મહેશ મુનિ નો સહકાર્ય અને વ્યવસ્થા નું અનુભાગ છે પર્વ નિમિત્તે ૨૦૦૦ ગરમ સાલ,૨૦૦૦ બ્લેન્કેટ,૨૦૦૦ કટિ વસ્ત્ર,ડ્રાયફ્રૂટ ના યજમાનો સંત સેવા માટે પોતાનો યોગદાન અર્પણ કરે છે ત્રણ મુખ્ય સાહીસ્નાન ૧૪જાન્યુઆરી, ૨૯ જાન્યુઆરી,૩ફેબ્રુઆરી એમ ૪૦ દિવસ ના મહાકુંભ માં ૪૫ કરોડ યાત્રીઓ આવવા નું અનુમાન છે, સરકાર તરફ થી અલભ્ય વ્યવસ્થા કરવા માં આવી છે.
અહેવાલ: રમેશ ભાનુશાલી