- શાંતાબા જનરલ હોસ્પિટલમાં લાગેલ બોર્ડ અંગે સંચાલકોની સ્પષ્ટતા
- હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ભરત ધડુકે આપ્યું નિવેદન
- જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર અર્થે હેરાન પરેશાન નહી થવું પડે
અમરેલીમાં આવેલ શાંતાબા જનરલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા હોસ્પિટલના સંચાલકો દ્વારા સ્પેશિયલ રૂમ અને ICU માટે ચાર્જ લેવામાં આવશે તેવા બેનરો લગાવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે. જે વિવાદને લઇને હોસ્પિટલના સંચાલકોએ સ્પષ્ટતા કરી યોગ્ય માહિતી આપી હતી. તેમજ સમગ્ર મામલે જાણવા મળ્યું છે કે ખરેખર જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ બાબતે સારવાર અર્થે હેરાન પરેશાન થવાનું થશે નહી. અને શાંતાબા જનરલ હોસ્પિટલ દર્દી માટે જરૂરિયાતના સમયે આશીર્વાદ રૂપ બની રહેશે. પરંતુ જે હાલ ચાર્જના બોર્ડ લાગવાના આવ્યા છે તે બોર્ડ સ્પેશિયલ રૂમની તેમજ ICU ના જે દર્દીઓ પાસે BPL કાર્ડ અથવા PMJAY કાર્ડ નથી તેને માટે આ નિયમો લાગશે, બાકીના દર્દીઓને કઈ ડરવાની જરૂર ન હોવાનું હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ભરત ધડુકે જણાવ્યું હતું.
અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા હોસ્પિટલના સંચાલકો દ્વારા સ્પેશિયલ રૂમ અને ICU માટે ચાર્જ લેવામાં આવશે તેવા બેનરો લગાવામાં આવ્યો હતા જે વિવાદને લઈને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ભરત ધડુકે જણાવ્યું હતું કે હોસ્પિટલ ની અંદર હાલમાં અંદાજીત ૭૦૦ કરતા વધુ બેડ કાર્યરત છે, જેમાં હોસ્પીટલમાં આવેલ ૩૨ કરતા વધુ જેટલા તમામ જનરલ વોર્ડમાં દાખલ કોઈ પણ દર્દી એ કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો થશે નહિ તેમને સરકારી નિયમો અનુસાર જ તમામ સારવાર વિના મુલ્યે મળશે. હોસ્પીટલમાં જે પ્રાઈવેટ રૂમ કે સ્પેશિઅલ રૂમ માટે ના ચાર્જ રાખવામાં આવેલ છે તે પણ નિયમો મુજબ મંજુર થયેલ ચાર્જ છે તથા તે કોઈ પણ દર્દીને ફરજીયાત પણે લાગુ પડશે નહિ, તે ચાર્જીસ જે લોકો પોતાની મન મરજી થી સ્પેશિઅલ રૂમ લેવા ઈચ્છતા હોય તેમને જ લાગુ પડશે, અન્યથા સ્પેશિઅલ રૂમમાં મળતી તમામ સારવાર હોસ્પિટલ દ્વારા વિના મુલ્યે મળી રહેશે. ICU વિભાગ માં દાખલ થવા માટે જે ચાર્જ રાખેલ છે તે કોઈ પણ ગરીબ દર્દી કે જે BPL કાર્ડ ધરાવે છે તેમને લાગુ પડશે નહી તેને તથા સરકાર દ્વારા કાર્યરત PMJAY યોજના અંતર્ગત દાખલ થનાર દર્દીએ પણ ચૂકવવાના થશે નહિ. આ ઉપરાંત કોઈપણ પ્રકારની ઈમરજન્સીમાં કે રાત્રી ના સમયે દાખલ થનાર દર્દીઓ ની સારવારને પ્રાથમિકતા આપવામાં આવશે તથા આવા દર્દીઓને પણ કોઈપણ પ્રકારની અવગડ ઉભી ના થાય તે માટેની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા ઉભી કરાયેલ છે.
આ ઉપરાંત જાણવા મળેલ માહિતી મુજબ શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે રોજના ૧૫૦૦ કરતા વધુ દર્દીઓ ઓપીડી વિભાગમાં નિશુલ્ક સારવાર, દવાઓ અને લોહીના રિપોર્ટ તથા એક્સ-રે અને સોનોગ્રાફી જેવી સુવિધાઓ મેળવી રહેલ છે તથા દાખલ દર્દીઓ વિનામૂલ્યે તમામ સારવાર મેળવી રહેલ છે. તેને લઈને રિયાલિટી ચેક કરતા ICU માં હાલ સારવાર હેઠળ દર્દીઓએ પણ જણાવ્યુ હતુ કે ડોક્ટરો દ્વારા નિયમિત તાપસ કરવામાં આવે છે અને PMJAY કાર્ડ અમારે વેલીડીટી પૂર્ણ થઈ ગઈ હોય તો હોસ્પિટલ દ્વારા મદદ કરવામાં આવે છે અને બધી સુવિધા પૂરી પાડવામાં આવે છે જેનો એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં આમરી પાસે આવ્યો નથી
રિયાલિટી છે કર્યા બાદ ખરેખર જરૂરિયાત મંદ દર્દી ને કોઈપણ બાબતે સારવાર અર્થે હેરાન પરેશાન થવાનું થશે નહી અને શાંતાબા જનરલ હોસ્પિટલ દર્દી માટે જરૂરિયાતના સમયે આશીર્વાદ રૂપ બની રહેશે. પરંતુ જે હાલ ચાર્જના બોર્ડ લાગવાના આવ્યા છે તે બોર્ડ સ્પેશિયલ રૂમની તેમજ ICU ના જે દર્દીઓ પાસે BPL કાર્ડ અથવા PMJAY કાર્ડ નથી તેને માટે આ નિયમો લાગશે બાકીના દર્દીઓ ને કઈ ડરવાની જરૂર ન હોવાનું હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ભરત ધડુકે જણાવ્યું હતું
અહેવાલ: પ્રદીપ ઠાકર