- શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસમાં ટેક ફેસ્ટ 3.0નું ભવ્ય આયોજન
- 700થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
- કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્યા દ્વારા કરાયું
અમરેલીમાં આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ, વિદ્યાસભા ખાતે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ટેકફેસ્ટ 0.3 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ જેવા વિષયો પર આધારીત મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સૌરમંડળ, એર પોલ્યુશન કંટ્રોલ, દૃષ્ટિ ઇન્ડિકેટર યંત્ર, ટેબ ગાર્ડન, કોડિંગ સિસ્ટમ અને સેન્સર ટેક્નોલોજી જેવી તદન નવા કોન્સેપ્ટથી આવનવી સંકલ્પનાઓ રજૂ કરી હતી. આ ફેસ્ટમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાની સુષુપ્ત ક્ષમતાઓ પ્રદર્શિત કરી હતી. ટેક ફેસ્ટ 3.0 કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશી અને ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર જી.એમ. સોલંકી હાજર રહ્યા હતા.
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ, વિદ્યાસભા ખાતે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ટેકફેસ્ટ 0.3 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ જેવા વિષયો પર આધારીત મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સૌરમંડળ, એર પોલ્યુશન કંટ્રોલ, દૃષ્ટિ ઇન્ડિકેટર યંત્ર, ટેબ ગાર્ડન, કોડિંગ સિસ્ટમ અને સેન્સર ટેક્નોલોજી જેવી તદન નવા કોન્સેપ્ટ થી આવનવી સંકળનાઓ રજૂ કરી. 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાની સુષુપ્ત ક્ષમતાઓ પ્રદર્શિત કરી હતી.
ટેક ફેસ્ટ 3.0 કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશી અને ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર જી.એમ. સોલંકી હાજર રહ્યા હતા.
આ વિશિષ્ટ પ્રદર્શન નિહાળવા 4,000 થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓએ રજૂ કરેલા મોડલ્સni ખૂબ પ્રશંસા કરી હતી. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા અને મંત્રી ચતુરભાઈ ખુંટ તેમજ કેમ્પસ ડાયરેકટર વસંતભાઈ પેથાણી દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.