- જીલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્પોર્ટ્સ મીટ અંગે કલેકટરે આપી માહિતી
- કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું કરાયું આયોજન
- સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેવા માટે લોકોને કરાઈ અપીલ
અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં એક મોટી સ્પોર્ટ્સ મીટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ અંગેની જાહેરાત કરવા માટે કલેકટરના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પ્રકારની રમતોમાં સહભાગી થવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ મીટનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના યુવાનોને અને તમામ ઉમરના નાગરિકોને ખેલકૂદ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. આ ઉપરાંત, આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેવાથી યુવાનોને અને મહિલાઓ અને સિનિયર સિટીઝનને તેમની પ્રતિભાને બહાર લાવવાનો મોકો મળશે. વધુમાં વધુ લોકો આ સ્પોર્ટસ મીટમાં જોડાય અને કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
વર્ષ 2036માં રમાનાર ઓલમ્પિકને ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજયના દરેક વ્યકિતમાં રમત-ગમત પ્રત્યે રૂચી વધે, ખેલકુદનું વાતાવરણ ઉભું થાય અને સ્વાસ્થ્ય જળવાય તે માટે અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય જે અનુસંધાને અરવલ્લી જિલ્લામાં પણ સ્પોર્ટ્સ મીટનું આયોજન થનાર છે. અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં એક મોટી સ્પોર્ટ્સ મીટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ અંગેની જાહેરાત કરવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પ્રકારની રમતોમાં સહભાગી થવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ મીટનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના યુવાનોને અને તમામ ઉમરના નાગરિકોને ખેલકૂદ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. આ ઉપરાંત, આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેવાથી યુવાનોને અને મહિલાઓ અને સિનિયર સિટીઝનને તેમની પ્રતિભાને બહાર લાવવાનો મોકો મળશે.
આ સ્પોર્ટસ મીટ દરમિયાન 20 વર્ષની ઉપરની ઉંમરના લોકો માટે એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલટેનિસ, લોન ટેનિસ, શુટીંગબોલ, ક્રિકેટ જેવી સ્પર્ધા યોજાશે. ૪૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ-ટેનિસ, લોન ટેનિસ, શુટીંગબોલ, ક્રિકેટની સ્પર્ધા યોજાશે. તો ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ-ટેનિસ, લોન ટેનિસ, ક્રિકેટની સ્પર્ધા યોજાશે. વધુમાં વધુ લોકોનું ખેલકૂદ ક્ષેત્રે રુચિ વધારવા આયોજિત આ સ્પોર્ટસ મીટમાં તમામ લોકો જોડાય અને કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અરવલ્લીવાસીઓને અપીલ કરાઈ છે.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ