તા. ૧૧.૬.૨૦૨૫, બુધવાર ,સંવંત ૨૦૮૧, જેઠ સુદ પૂનમ, જ્યેષ્ઠા નક્ષત્ર, સાધ્ય યોગ , બાલવ કરણ આજે રાત્રે ૮.૧૦ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.
સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ) : જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ) : વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–મંગળ કેતુ સાથે હોય ત્યારે જીવનમાં કોઈને કોઈ રીતે અસંતુલન ઉત્પન્ન થાય છે.
૭ જૂનથી મંગળ મહારાજ સિંહમાં આવવા સાથે આગ્નિતત્વની સિંહાસનની આ રાશિમાં મંગળ કેતુ યુતિ શરુ થઇ ચુકી છે. મંગળ જમીન છે માટે મંગળ કેતુ સાથે જમીન વિવાદો સામે લાવે તો સરકારી જમીન અંગેના કેટલાક પ્રશ્નો ઉભા થાય સરકાર દબાણ હટાવવા પર વધુ ફોકસ કરે વળી મંગળ શરીર છે અને કેતુ બીમારી દર્શાવે છે માટે આ સમયમાં બીમારીથી સાવધ રહેવું જોઈએ તો મંગળ યુદ્ધ છે આતંકી ઘટના છે જમીન છે અંતે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામે વળી જમીનના કારક મંગળ હોવાથી ભૂકંપ જેવી આપદાઓ સામે પણ સજ્જ રહેવું પડે વળી જલતત્વ અસંતુલિત હોવાથી જળથી ઉત્પ્ન્ન પ્રશ્નો પણ ખડા થતા જોવા મળે. કેતુ જાસૂસી છે મંગળ એ યુદ્ધ છે માટે યુદ્ધ માં જાસૂસી અને જાસૂસી ઉપકરણોનો વધુ ઉપયોગ થાય તો મંગળ કેતુ સાથે અકસ્માત પણ સર્જે છે અને આત્મહત્યા થી લઈને ક્રૂર હત્યાનો સિલસિલો બતાવનાર છે જે આ સમયમાં કોઈ ને કોઈ રીતે સામે આવતું જોવા મળે. મારા વર્ષોના અનુભ્વમમાં મેં જોયું છે કે જયારે જાતકની જન્મ કુંડળીમાં મંગળ કેતુ સાથે હોય ત્યારે આ યોગ જીવનમાં કોઈને કોઈ રીતે અસંતુલન ઉત્પન્ન કરતા જોવા મળે છે. મારી દ્રષ્ટિએ વ્યક્તિગત જન્મકુંડળીમાં આ યોગની વિપરીત અસર દૂર કરવા માટે ગણપતિ પૂજા અને ગણપતિ અથર્વશીર્ષના પાઠ વિશેષ ફળદાયી રહે છે.

૭૯૯૦૫૦૦૨૮૨
૭૯૯૦૫૦૦૨૮૨