ઇશા અંબાણીની પ્રી-વેડિંગમાં સેરેમનીમાં પ્રખ્યાત ગાયક બિયોન્સ ધુમ મચાવી

In the pre-wedding of Esha Ambani, a famous singer Beyonce Smum hit the Ceremonies
In the pre-wedding of Esha Ambani, a famous singer Beyonce Smum hit the Ceremonies

ઉઘોગ, રાજકારણ, હોલીવુડ, બોલીવુડ સહિત વિશ્ર્વભરની ખ્યાતનામ હસ્તીઓ અંબાણી પરિવારના અવસરે જોડાય

દેશના સૌથી મોટા ઉઘોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશાની પ્રી વેડિંગ સેરેમની હોલિવુડ સિંગર બિયોન્સ નોલ્સ તથા બોલીવુડ સ્ટાર્સથી ઝગમગી ઉઠી. ઉદયપુરના સીટી પેલેસના ઝગમગ માણક ચોકમાં ઇશા અંબાણીની ફેવરીટ હોલિવુડ સિંગર એકટ્રેસ બિયોન્સનું પરફોર્મન્સ આ સેરેમનીનું ખાસ આકર્ષણ રહ્યું. લિયોન્સ નોલ્સે ભવ્ય સજાવટ અને રોશનીની શરુ કરતાં જ મહેમાનો એડીટશે જોતા જ રહી ગયા. બિયોન્સે ડેન્જરસલી ઇન લવ વિથ યુ સહીતના તેના પોપ્યુલર સોગ્સ પર પરફોર્મ કર્યુ. આ પહેલા હોટલ ટ્રાઇેડન્ટમાં મહેમાનો માટે સવારે ૧૧ વાગ્યે કાર્નિવલ શરુ થયો જે સાંજેે પાંચ વાગ્યા સુધી ચાલ્યો.

આ મહત્વનું છે કે પ્રી વેડિંગ સેરેમનીમાં આવેલી બિયોન્સ નોલ્સને જોવા એરપોર્ટ પર લોકો ઉમટી પડયા હતા બિયોરસને સામાન્ય ગેટને બદલે સ્ટાફ એન્ટ્રી ગેટથી ભારે સુરક્ષા વચ્ચે બહાર લવાઇ બિયોન્સ ઉ૫રાંત બોલીવુડ સ્ટાર્સ પણ આ પ્રી-વેડીંગ સેરેમનીમાં ચાર ચાંદ

લગાવી દીધા. જેમાં દેશ-વિદેશના મહેમાનો એ પણ ફૂલોની હોળી રમ્યા આ કાર્નિવલમાં નવ પરણીત પ્રિયંકા ચોપરા અને નીક જોનસન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકર અને પત્ની અંજલી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષી તથા પુત્રી જવા,અભિષેક બચ્ચન અને ઐશ્ર્વયા રાય બચ્ચન, સલમાન ખાન, બોની કપૂર તેની બન્ને પુત્રી જાહન્વી અને ખુશી કપૂર સાથે મોટી સંખયામાં બોલીવુડ હસ્તીઓ ઉદયપુર પેલેસમાં જોવા મળી.

મહત્વનું છે કે પ્રી-વેડિંગ સેરેમનીના ભાગ‚પી મહેંદી અને સંગી સેરેમનીનું આયોજન ઉદયપુરમાં કરવામાં આવ્યું. ઇશા અનંતની પ્રી-વેડિગ  સેરેમનીમાં એશ્ર્ચર્યા – અભિષેક ના ડાન્સ પરફોર્મન્સે સૌને મુગ્ધ કર્યા. તો પ્રિયંકા ચોપરા અને શાહરુખ ખાન તથા એ.આર. રહેમાને પણ પ્રસંંગને અનુરુપ પર્ફોમન્સ આપ્યું. ૧ર ડીસેમ્બરે મુંબઇમાં અંબાણી હાઉસ એન્ટીલીઆ માં ઇશા અને આનંદના લગ્ન યોજવાના છે. ઇશા અને આનંદની સગાઇ ઇટલીમાં સપ્ટેમ્બરમાં થઇ હતી અને આનંદે ઇશાને મહાબળેશ્ર્વરના એક મંદીરમાં પ્રયોગઝ કરી હતી. ઇશાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારતા મે મહીનામાં અંગત પાર્ટી કરી ત્યારબાદ લગ્નની જાહેરાત કરી હતી.