- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજીત
- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એકસ્પોની સફળતા બદલ સૌરાષ્ટ્રની જનતાનો માન્યો આભાર
સૌરાષ્ટ્રના પાટનગરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજીત એજયુકેશન એકસ્પોને અભૂતપૂર્વ સફળતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાયેલી નોંધ અને આયોજનની સફળતા બદલ આયોજકોએ જાહેર જનતાનો આભાર વ્યકત કર્યો હતો.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા તા. 01 થી 05 ફેબ્રુઆરી દરમ્યાન આયોજિત શૈક્ષણિક જગતના મહાકુંભ એસ.એફ.એસ એજ્યુ એક્સપો ખરા અર્થમાં ભારતનો સૌથી વિશાળ શૈક્ષણિક મહાકુંભ બની ગયો હતો. આ પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આમ જનતા મળીને કુલ ચાર લાખથી વધારે મુલાકાતીઓએ આ એજ્યુ એક્સ્પોનો લાભ લીધો હતો. આ એક્સ્પોમાં યોજાયેલ જુદી જુદી સ્પર્ધાઓ, સેમીનાર, વર્કશોપ, પેનલ શોપ, એક્સપર્ટ સેશન વગેરેમાં 40,000 થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ભાગ લઈ અને પોતાના જ્ઞાન અને કૌશલ્યમાં અભિવૃદ્ધિ કરી હતી. તેમજ આ પાંચ દિવસ દરમ્યાન લગભગ 35,000 થી વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિષ્ણાંતો પાસેથી કારકિર્દી વિષયક વ્યક્તિગત માર્ગદર્શનનો લાભ લીધો હતો.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી.વી.મહેતા જણાવે છે કે પ્રથમ વખત રાજકોટના આંગણે યોજાયેલ આ ભવ્ય એજ્યુ એસ્પોના સફળ અને સુચારુ આયોજન, વ્યવસ્થા અને અભિગમની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ જગતમાં ખૂબ જ સકારાત્મક રીતે લેવામાં આવી હતી. તમામ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનીધીઓએ તમામ આયોજનની ભરપૂર પ્રશંસા કરી હતી. આ પાંચ દિવસ દરમ્યાન અનેક મહાનુભાવોએ પણ એક્સ્પોની મુલાકાત લીધી હતી. ભવ્ય આયોજનની સફળતાને અવિરત રાખવા આવતા વર્ષે જાન્યુઆરી 2026 માં પણ ફરીવાર શૈક્ષણિક મહાકુંભના આયોજનના નિર્ધાર સાથે આ એક્સ્પોની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.
આ પાંચ દિવસ દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધામાં અનેક સ્પર્ધકોએ ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી પણ ભાગ લીદો હતો. જેમાં Say No To Addiction, You Are Not Alone Save Environment , Trafficsense Cleanliness is Godliness જેવા વિષયો ઉપર ફિલ્મો બનાવી અને તેનો સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બેસ્ટ ડાયરેક્ટર તરીકે સુરતની ધરતી ચેનઈને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ અને 15,000 રોકડ ઇનામ, બેસ્ટ સ્ટોરીમા સુરતના શુભમ ચૌધરીને 15,000 રોકડ ઈનામ, બેસ્ટ એડીટીંગમાં ક્રાઈસ્ટ સ્કૂલના માનવ દુધરેજીયા ને 15,000 નું ઇનામ બેસ્ટ ફિલ્મ અને પ્રોડ્યુસર કેટેગરીમાં યુવરાજસિંહ જાડેજા અને ભુજની ટીમ અલબેલા ને 10,000 નું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. બેસ્ટ સિનેમેટોગ્રાફી શ્રેણીમાં આર.કે. યુનિવર્સિટીના મનીષ શાહ, બેસ્ટ એક્ટરમાં મોદી સ્કૂલની એમફ્લિક્સ ટીમ, બેસ્ટ એક્ટ્રેસ શ્રેણીમાં આર.કે. યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીની ટીમ, બેસ્ટ મ્યુઝિકમાં જીનિયસ સ્કૂલના અલ્તાફ લાડકા તેમજ બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનમાં અમદાવાદની એલ.ડી એન્જીનિયરીંગ કોલેજના શુભાંગ ઓલપાડકરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. આ તમામ વિજેતાઓને 5,000 નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. કોલેજ અને શાળા કક્ષાએ આયોજિત હેકેથોન સ્પર્ધામાં 500 થી વધારે વિદ્યાર્થેીએ ભાગ લીધો હતો. જેમાં કોલેજ કક્ષાએ પ્રથમ ઇનામ મારવાડી કોલેજની ટીમને પ્રાપ્ત થયું હતું. જ્યારે ફર્સ્ટ રનર અપ તરીકે રાજકોટની એવીપીટી કોલેજ અને સેક્ધડ રનર અપ તરીકે દર્શન યુનિવર્સિટીની ટીમ રહી હતી, જ્યારે શાળા કક્ષાએ યોજાયેલ હેકેથોનમાં પ્રથમ ક્રમાંકે વિઝડમ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે એસ. એન. કે. સ્કૂલ અને તૃતીય ક્રમાંકે વિઝ્ડમ સ્કૂલના વિદ્યાર્થીઓની ટીમ વિજય બની હતી. શાળાકક્ષા એ ધોરણ 05 થી 08 ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ રોબોટીક્સ સ્પર્ધામાં પ્રથમ પાંચેય સ્થાન જીનિયસ સ્કૂલની ટીમના વિદ્યાર્થીઓએ હાંસલ કર્યા હતા. આ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર પ્રદર્શનના સફળ આયોજન માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી. વી મહેતા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, ઉપપ્રમુખ સુદીપભાઈ મહેતા, કારોબારીના શ્રીકાંત તન્ના, વિશ્વા ક્લબના પ્રફુલભાઈ, પરાગભાઈ તન્ના, ધવલભાઈ ઠેસિયા, ડિમ્પલબેન મહેતા, ધવલભાઇ મોદી, જીમીલભાઈ પરીખ, બ્રીજ મોહન યાજ્ઞિક, નિલેશ અંકલેશ્વરીયા, મનીષભાઈ પારેખ, ચેતસભાઈ ઓઝા, ડો. જતીન જાની, મનીંદર કૌર કેશપ, દર્શનભાઈ પરીખ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી અજયભાઈ પટેલ, મેહુલભાઈ પરડવા, જયદીપભાઇ જલુ, અવધેશભાઈ કાનગડ, પુષ્કરભાઈ રાવલ, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, ડો. ડી. કે. વાડોદરિયા, ખજાનચી રાજેશભાઈ મહેતા, તમામ ઝોન ઉપપ્રમુખશ્રીઓ રામભાઈ ગરૈયા, પ્રવીણભાઈ ગોંડલીયા, રાજકુમાર ઉપાધ્યાય, વિનુભાઈ લોખીલ, રાણાભાઇ ગોજીયા, જીતેશભાઈ મકવાણા, અખિલેશભાઈ ત્રિવેદી, કુલદીપભાઈ મકાણી, ભાવેશભાઈ પટેલ, ઝોન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ ભાડલીયા, રમેશભાઈ સોરઠીયા, ચેતનભાઇ ટાંક, અતુલભાઇ ઠકરાર, કેતનભાઇ પ્રજાપતિ, હિતેશભાઈ પટેલ વગેરે ઉપરાંત સમગ્ર કોરકમિટી, તેમજ કારોબારીના સદસ્યો તેમજ મંડળની શાળાઓના તમામ 600 થી વધારે સંચાલકોનો ભરપુર સહયોગ સાંપડયો હતો.