- સિદ્ધાર્થ હાઇસ્કુલના પટાંગણમાં “ત્રિરત્ન સમારોહ” યોજાયો
- સમારોહમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ વિદ્યાર્થીઓને શીલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા
- કાર્યક્રમમાં સિદ્ધાર્થ વિદ્યાર્થી ભુવન-કેશોદના પ્રમુખ સહિત આગેવાનો રહ્યા હાજર
કેશોદમાં જાણીતી “શ્રી સિદ્ધાર્થ વિદ્યાર્થી ભુવન કેશોદ” સંચાલિત “સિદ્ધાર્થ હાઇસ્કુલ” તેમજ “શ્રી સિદ્ધાર્થ પ્રાથમિક શાળા- કેશોદમાં ત્રિરત્ન સમારોહ યોજાયો હતો. આ “ત્રિરત્ન સમારોહ”માં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે-સાથે ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન સેમિનાર તેમજ શાળા સાથે સંકળાયેલ તમામ છાત્રાલયોના સંચાલકોનું સહયોગ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં “સિદ્ધાર્થ વિદ્યાર્થી ભુવન-કેશોદના પ્રમુખ બાબુભાઈ રાવલિયા, સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, કેશોદમાં જાણીતી “શ્રી સિદ્ધાર્થ વિદ્યાર્થી ભુવન કેશોદ” સંચાલિત “સિદ્ધાર્થ હાઇસ્કુલ” તેમજ “શ્રી સિદ્ધાર્થ પ્રાથમિક શાળા- કેશોદમાં ત્રિરત્ન સમારોહ યોજાયો હતો. આ “ત્રિરત્ન સમારોહ”માં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માન,સાથે-સાથે ધોરણ:10 અને 12- બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન સેમિનાર તેમજ શાળા સાથે સંકળાયેલ તમામ છાત્રાલયોના સંચાલકોનું “સહયોગ સન્માન”કરવામાં આવેલ કાર્યક્રમમાં “સિદ્ધાર્થ વિદ્યાર્થી ભુવન-કેશોદના પ્રમુખ બાબુભાઈ રાવલિયા, સહિત આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમના માર્ગદર્શક તરીકે મોટીવેશનલ સ્પીકર,ઓથર અને ઓરેટર ડો.ભાણજીભાઈ એચ.સોમૈયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં -કે.પી.ગોહિલ સાહેબ (નિવૃત્ત કેળવણી નિરીક્ષક), ભાણજીભાઈ રાઠોડ-ગાંધીધામ/કચ્છ,
કનકસિહભાઈ ગોહેલ, રણવિરભાઈ પરમાર, માનસિંગભાઈ ડોડીયા,નારણભાઈ મકવાણા, નિવૃત્ત પી.આઈ. પરમાર સાહેબ,ડો.હરીશભાઈ રાવલીયા, કાંતિભાઈ ચુડાસમા તેમજ શાળા સાથે સંકળાયેલ તમામ છાત્રાલયના સંચાલકો હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થ હાઈસ્કૂલના આચાર્ય-બી. એન.ચાવડા તેમજ સિદ્ધાર્થ પ્રાથમિક શાળાના-આચાર્ય એમ.એમ. મકવાણા અને શિક્ષક વિપુલ ભાઈ ચુડાસમાં અને શાળાના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન શિક્ષિકા-કિંજલબેન બગડા દ્વારા કરવામાં આવ્યું હતું..