- 50 વર્ષથી જન પ્રતિનિધિઓની ગ્રાન્ટ બાકડાં મુકવા, દિશા સૂચક બોર્ડ અને પેવિંગ બ્લોકના કામો માટે જ વપરાતી હતી
- રાજ્યની 7 મહાનગરપાલિકાઓ પાસે કોર્પોરેટરોની ગ્રાન્ટ ક્યાં કામ માટે વાપરવામાં આવે છે તેની યાદી મંગાવતા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર: ચાલુ વર્ષથી જ અલગ-અલગ 71 પ્રકારના કામો માટે જન પ્રતિનિધિઓની ગ્રાન્ટ ઉપયોગમાં લેવા અધિકારીઓને સૂચના
- આગામી દિવસોમાં કોર્પોરેટરો સાથે સંકલન બેઠક કરી ક્યાં કામો માટે ગ્રાન્ટ વાપરી શકાય તેની યાદી પણ આપી દેવાશે: વોર્ડ દીઠ મળે છે રૂ.80 લાખની ગ્રાન્ટ
રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પોતાના વોર્ડમાં વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટ છેલ્લા 50 વર્ષોથી બાકડાં મુકવા, પેવિંગ બ્લોક ફીટ કરવા, દિશા સૂચક બોર્ડ મૂકવા સહિતના 6 થી 7 કામો માટે જ વપરાતી હતી. હવે નગરસેવકો પોતાની ગ્રાન્ટ 71 જેટલા કામો માટે વાપરી શકશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે તાજેતરમાં રાજ્યની સાત મહાનગરપાલિકાઓ પાસે કોર્પોરેટરોની ગ્રાન્ટ ક્યા-ક્યા કામોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેની યાદી મંગાવી હતી. જેના આધારે શોર્ટીંગ કર્યા બાદ 71 કાર્યો માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાય છે. તેવી યાદી તૈયાર કરી છે. ચાલુ વર્ષથી જ કોર્પોરેટરોની ગ્રાન્ટ 71 પ્રકારના કામો માટે ઉપયોગમાં લેવા અધિકારીઓને તાકીદ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેટરો સાથે સંકલન બેઠક કરી ક્યા કામો માટે તેઓ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકશે તેની યાદી પણ આપી દેશે.
પત્રકારોએ પૂછેલા પ્રશ્ર્નનો જવાબ આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલ કોર્પોરેટરને પ્રત્યેક નાણાકીય વર્ષ દરમિયાન ફાળવવામાં આવતી 20 લાખની ગ્રાન્ટ વોર્ડમાં 70 કામો માટે વાપરી શકાશે. જેમાં ઝુંપડપટ્ટીમાં પાણી, ગટર, સ્ટોન પેવીંગ, વરસાદી પાણીના નિકાલ માટે લાઇન, રબર મોલ્ડ, પેવર બ્લોક, ડામર રોડ, આર.સી.સી.રોડના કામ નાની શેરીઓ/ગલીઓમાં ડામર કામ, રસ્તાઓ ઉપર મેટલ-ડામર રોડ તથા ટ્રાફીક નિયમન માટે રોડ ડીવાઇડર અને સ્પીડ બ્રેકરનું કામ.
કોર્પોરેશન હસ્તકના જીમ્નેશીયમ, અર્બન હેલ્થ સેન્ટર, સીટી સીવીક સેન્ટર, સ્વીમીંગ પુલ, હેલ્થ મસ્ટર સ્ટેશન, આર.એમ.ટી.એસ., સ્કુલ બોર્ડના બિલ્ડીંગો, વિવિધ હોસ્પિટલોના બિલ્ડીંગોમાં, લાયબ્રેરી, લાયબ્રેરી/વાચનાલય બિલ્ડીંગમાં, મ્યુનિસિપલ સ્મશાનગૃહ બિલ્ડીંગોમાં, મ્યુનિસિપલ બગીચાઓમાં ગ્રાન્ટ વાપરી શકાશે.
મ્યુ.મિલકતમાં ટ્યુબલાઇટ, પંખા, લાઇટના થાંભલા, સોલર લાઇટ, સોલર વોટર હીટર, સોલર પ્લાન્ટ, એલ.ઇ.ડી. લાઇટના કામ.
125 ચોરસ મીટર સુધીનું બાંધકામ ધરાવતા લેટસ, રો-હાઉસ, ખાનગી સોસાયટીઓમાં ટેનામેન્ટસ હાઉસીંગ બોર્ડના મકાનો, સ્લમ ક્લીયરન્સ બોર્ડની વસાહતો વિગેરેની પાણી, ગટર, રસ્તા, પેવર, બ્લોક, પત્થર પેવિંગ, ફૂટપાથ તથા વરસાદી લાઇન (સ્ટોમ વોટર ડ્રેઇન), વિજળીકરણની સુવિધા કોમન પ્લોટસ તથા કોમન વપરાશની ખુલ્લી જગ્યાઓમાં કર્વડ પાર્કિંગ એરીયા તથા હોલોપ્લીન્થની નીચેની જગ્યાઓમાં પેવર બ્લોક, પથ્થર પેવીંગ વિગેરેની સુવિધાઓ પુરી પાડવા માટે 100% ખર્ચ પેટે કાઉન્સીલર દ્વારા રૂ.5 લાખની મર્યાદામાં બજેટ ફાળવી શકાશે.
કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં શૌચાલય, મુતરડી, પાણી, કંપાઉન્ડ વોલ/વાયર ફેન્સીંગ, વિજળીકરણ, પંખાના કામો, બાલકિડાંગણ આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમત-ગમત તેમજ અંગ કસરતનાં સાધનો વસાવવા, આંગણવાડીના મકાનોનું બાંધકામનું કામ, હેલ્થ સફાઇ માટે હેલ્થ ખાતા ધ્વારા નિયત થયેલ પ્રતિ નંગ રૂ.1000/-ની મર્યાદાવાળા 20% લોકફાળો, તથા 80% મ્યુ.કાઉન્સીલર ફંડમાંથી ફાળવી ડસ્ટબીન મૂકવાના કામ કરી શકાય તથા ચાલી અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 100% ફાળો મ્યુનિ.કાઉન્સીલર પ્રતિ નંગ રૂ.1000/-ની મર્યાદામાં ડસ્બીન ફાળવવાના કામ માટે ફાળવી શકશે. હોસ્પિટલમાં આરોગ્ય વિષયક સાધનો મુકવા. કોર્પોરેશન બગીચાના વિકાસના કામો માટે ગ્રાન્ટ વાપરી શકાશે.
કોર્પોરેશનમાં બગીચા, સ્કુલ બોર્ડના બિલ્ડીગો, લાઇબ્રેરી સહિતની ફાઇબરનાં ચબૂતરા બનાવવા, કોર્પોરેશન હસ્તકના અંતિમ ધામોમાં રોડ, ગટર, પાણી, લાઇટ, કમ્પાઉન્ડ વોલ કેમપાઉન્ડનો મુખ્ય દરવાજા તથા શૌચાલય બનાવવાના કામ માટે, ફિઝીયોથેરાપી સેન્ટર તથા હેલ્થ ક્લબમાં સાધનો નવા મુકવા માટે બજેટ ફાળવી શકાય. મ્યુનિસિપલ શાળાઓ માટે તથા મધ્યાહન ભોજન યોજના માટે પાથરણા, આસન, પટ્ટા, બેન્ચિસ, ટેબલ, કોમ્પ્યુટર ફર્નિચર, પુસ્તકો માટે બજેટ ફાળવી શકાય. અંતિમ ધામોમાં પ્રાથમિક સુવિધાના કામો માટે બજેટ ફાળવી શકાય. ઇડબલ્યુએસ કોલોનીમાં જે-તે બ્લોકની પાણી/ડ્રેનેજની પીવીસી લાઇનોમાં લીકેજના પ્રશ્ર્નો હોય તેવી લાઈનોના સંદર્ભે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ખાસ કિસ્સામાં જરૂરીયાત મુજબ પાઇપલાઇનો બદલવા માટે મ્યુનિસિપલ કાઉન્સીલરના બજેટ હેડ હેઠળ ફંડ ફાળવી શકાશે.
સ્માર્ટ આંગણવાડીનું બાંધકામ, અંગ્રેજી માધ્યમ અને જુનિયર અને સિનિયર કે.જી. અને ધોરણ 1 થી 5 તથા મહાનગરપાલિકા હસ્તકની શાળાઓ માટે સ્પોર્ટસ પ્રવૃતિ તથા શૈક્ષણિક સાધન સામગ્રી, અર્બન હેલ્થ સેન્ટરોમાં દર્દીની સુવિધા માટે બાંધકામ, સાધનોની ખરીદી. સર્કલોનું થીમ આધારીત નવીનીકરણ તથા વૃક્ષારોપણ સંબંધિત વસ્તુઓ. રોડ-રસ્તા વિકસાવવાનું કામ ઓર્નામેન્ટલ ગ્રીલ કરવી, બ્યુટીફિકેશન, વૃક્ષારોપણ કરવું, ટ્રી-ગાર્ડ, પ્લાન તથા કુંડા મુકવા, સરકારી પ્રાથમિક/માધ્યમિક શાળાઓમાં, આંગણવાડીઓમાં પીવાના પાણીના સંગ્રહ માટે પી.વી.સી. ટાંકી, તેને સંલગ્ન મર્યાદિત ફિટિંગ વગેરેના કામ. સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે બેસવા માટેની બેંચ તથા શૈક્ષણિક હેતુ માટેની વસ્તુઓ. બંધ પડેલી સોલાર લાઈટોની નિભાવણી-રીપેરીંગ માટે ગ્રાન્ટ વાપરી શકાશે. પાણીની સુવિધા માટે પાઈપલાઈન તથા પાણીના નિકાલ માટે ગટર લાઈનની વ્યવસ્થા કરવા, જમીન અને વન વિભાગ પર વૃક્ષારોપણ કરી તેનું બ્યુટીફીકેશન જાળવવા માટે તાર-ફેન્સીંગ અને ચેઇન લિંક ફેન્સીંગ કરવા મહાનગરપાલિકા વિસ્તારમાં કરી શકાશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નક્કિ કરેલી આરોગ્યને લગતી વસ્તુઓ તથા મશીનરીઓ. સરકારી આંગણવાડીમાં રમત ગમતના સાધનો તથા શૈક્ષણિક સાધનો મૂકવા માટે ગ્રાન્ટ વાપરી શકાશે.
મહાનગરપાલિકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં નિભાવણી અને સુરક્ષાની જવાબદારી સ્વીકારવા તૈયાર હોય સામાજિક સંસ્થાઓ/ જાહેર સ્થળો/ ધાર્મિક સ્થળોએ બગીચાઓમાં રમત-ગમતના સાધનો, અંગ કસરત સાધનો, વોટર કુલર, આર.ઓ. ટ્રી-ગાર્ડ તેમજ જરૂરી અન્ય આવશ્યક ચીજવસ્તુઓ/સાધનો અને વિદ્યાર્થીઓ માટે બેન્ચીસ અને ધાર્મિક સ્થળોએ નવા પંખા નાખવા, નવા બારી-બારણા બનાવવા, પીવીસી પાણીની ટાંકી મુકવાની વ્યવસ્થા કરવી તથા નિભાવણી અને સુરક્ષાની જવાબદારી જે તે ધાર્મિક સંસ્થાની રહેશે.
બગીચાઓમાં તથા સોસાયટીમાં ખુલ્લી જગ્યાઓમાં તથા પબ્લિક પ્લેસમાં જરૂરી સગવડો જેમ કે રમત ગમતના સાધનો તથા બગીચાને લગતી અન્ય સાધન-સામગ્રી, ટ્રી-ગાર્ડ તથા શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે અંગકસરતની સાધનો મુકવા, સેવાભાવી સંસ્થાઓ, સામાજીક તથા ધાર્મિક સંસ્થાઓમાં વોટર કુલર, આર.ઓ. પ્લાન્ટ, પંખા, પ્લાસ્ટિક ખુરશી આપવા, સ્વચ્છતા અભિયાન અંતર્ગત બજેટની ગ્રાન્ટમાં નક્કી થયેલ રકમ રૂ.1.5 લાખની ગ્રાન્ટ સફાઈને લગતી તમામ પ્રવૃતિઓ જેવી કે ડસ્ટબીન વિતરણ, મોબાઈલ ટોયલેટ વાન વગેરેમાં ફાળવી શકાશે. અર્બન હેલ્થ સેન્ટરોમાં દર્દીઓની માટે બેસવાની પાટલીઓ, પંખા, પલંગ, સ્ટીલના કબાટ અને મેડિકલના સાધનો આપવા, મહાનગરપાલિકા વિસ્તારમાં ડસ્ટબીન અને સફાઈના સાધનો આપવા.
પદાધિકારીઓ અને સભાસદોઓની ગ્રાંટમાંથી પાવડર કોટેડ એમ.એસ.ના બાંકડા સંસ્થાઓને આપી શકાય છે.
સોલાર લાઇટ આપી શકાય. વિદ્યાર્થીઓ માટે ધાર્મિક, શૈક્ષણિક તેમજ પર્યટન સ્થળોએ પ્રવાસમાં આવવા-જવા તેમજ અન્ય આનુષંગીક સેવાઓ માટેનો
ખર્ચ કરી શકાશે. ક્વોટાની ફાળવણીની સભાસદ દીઠ મંજૂર થયેલી રકમના 20% સુધીના ખર્ચની મર્યાદામાં માટી પુરાણ, સાકડા તથા ટીગાર્ડના સૂચનો માટે ખર્ચ કરી શકાશે. પાણી વિતરણની પાઇપલાઇન નાખવા, નવીન હેન્ડપંપની સુવિધા આપવી, ડ્રેનેજ લાઈન નાંખવા અથવા હયાત ડ્રેનેજ લાઈન ટેકનિકલી શક્ય હોય ત્યા લંબાવી આપવા, જાહેર સંડાસ બનાવી આપવા, નવીન વરસાદી ગટર નાંખતી અથવા હયાત વરસાદી ગટર લંબાવી આપવી, કાચા રસ્તા પાકા કરવા અને મેટલ ગ્રાઉટીંગવાળા રસ્તા પર કાર્પેટ કરવા અને જાહેર સ્થળોએ પથ્થર પેવીંગ કરવા ગ્રાન્ટ વાપરી શકાશે.
આ ઉપરાંત કોર્પોરેટરો પોતાની વાર્ષિક ગ્રાન્ટ કાચા રસ્તા પર હાર્ડ પુરમ કરવા, જ્યાં સ્ટ્રીટલાઇટની સુવિધા ન હોય ત્યાં રસ્તાની પહોળાઈ મુજબ સ્ટ્રીટલાઇટની સુવિધા આપવી, નવિન ડસ્ટબીન, 6 ડબ્બાની હાથલારી તથા સાદી હાથલારી આપવાની કામ પણ કરી શકાશે.
જાહેર સ્થળો જેવા કે કચરાપેટીના સ્થળો, ધાર્મિક સ્થળો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત સ્કુલોના ઓપન વિસ્તારોમાં સ્વચ્છતાને ધ્યાને લેતા પથ્થર પેવીંગ-પેવર બ્લોકની કામગીરી કરી શકાશે.
જુની પોળો, સાંકડી ગલીઓમાં પથ્થર પેવીંગ તથા પેવર બ્લોકની કામગીરી કરી શકાશે. નવા સમાવિષ્ટ ગામની ગલીઓમાં જ્યાં રોલર કે વ્હીકલ જઈ શકે તેમ ન હોય તેવી ગલીઓ, પોળો તળાવના કિનારાઓ ઉપર પથ્થર પેવીંગ તથા પેવર બ્લોકની કામગીરી કરી શકાશે. સરકાર દ્વારા નિર્માણ પામેલ 25 ચો.મી.ના મકાનોની હાઉસીંગ સ્કીમોના તમામ રોડ, ગલીઓ તથા કોમન પ્લોટમાં પથ્થર પેવીંગ તથા પેવર બ્લોકની કામગીરી કરી શકાશે.
ગ્રાન્ટ અંગે પ્રાથમીક સુવિધાના નવા કામો તથા મરામત/જાળવણી કામો જ સુચવી શકાશે આ ગ્રાન્ટમાંથી કોઈ સંસ્થાને અનુદાન કે ગ્રાન્ટ ફાળવી શકાશે નહી.
કોર્પોરેટરને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ કોઈપણ વ્યક્તિગત કામ માટે સૂચવી શકાશે નહી. આ ગ્રાન્ટ માત્ર સામુહિક સુવિધાના ઉપયોગ માટે ફાળવી શકાશે.
કોર્પોરેટર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ સામે સુચવવામાં આવેલ કામગીરીની શાખા અધિકારી દ્વારા ખરાઈ થયા બાદ જો જરૂરીયાત જણાયે મંજૂરી આપવામાં આવશે અન્યથા ફેર વિચારણા અર્થે પરત મોકલવામાં આવશે.
કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવતા કામ અંગે પોતાના લેટર પેડ ઉપર સહી કરી માંગણી રજૂ કરવાની રહેશે. જેમાં કરવાની થતી કામની ચોક્કસ જગ્યા(સરનામું) દર્શાવવાનું રહેશે. કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવેલ કામ અંગે દિન-15માં જરૂરી વહિવટી કામગીરી પૂર્ણ કરવાની રહેશે.