લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતેથી બે દિવસીય સ્પે. ખેલ મહાકુંભનો કરાયો શુભારંભ
ઈન્દિરા મેદાન ખાતે આજ રોજ 110 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ, 354 અસ્થિવિષયક ખેલાડીઓ અને 102 શ્રવણમંદ ખેલાડીઓ ભાગ લીધો.
મહીસાગર: યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર, જિલ્લા વહીવટી વિભાગ, મહીસાગર, રમતગમત વિકાસ અધિકારી, મહીસાગર, જિલ્લા રમતગમત અધિકારીશ્રી લુણાવાડા, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ તેમજ એન. એ. બી. દાહોદ ના સહયોગથી દર વર્ષે દિવ્યાંગો માટેનો સ્પે. ખેલ મહાકુંભ નું આયોજન જિલ્લા લેવલ પર કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ બે દિવસીય સ્પે. ખેલ મહાકુંભનો જિલ્લા કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતેથી પ્રજ્ઞાચક્ષુ, અસ્થિવિષયક, શ્રવણમંદ તેમજ બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ખેલાડીઓની રમતોનું શુભારંભ કરવામાં આવ્યો.
આજ રોજ ઈન્દિરા મેદાન ખાતે પ્રજ્ઞાચક્ષુ, અસ્થિવિષયક તેમજ શ્રવણમંદ દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓની અથલેટિક્સ રમતોનું આયોજન કરાયું જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ કુલ 110, અસ્થિવિષયક ધરાવતા ખેલાડીઓ કુલ ૩૫૪, તેમજ શ્રવણમંદ કુલ 102 ખેલાડીઓ ભાગ લીધો હતો.
પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે 100 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેક, બરછી ફેક, ચક્ર ફેક, ચેસ જેવી રમતો, અસ્થિવિષયક ખામી ધરાવતા ખેલાડીઓ માટે ટ્રાયસિકલ રેસ, વ્હીલચેર રેસ, ચક્ર ફેક, ભાલા ફેક, ગોળા ફેક, 100 મીટર દોડ, લાંબી કુદ, ઊંચી કુદ તેમજ ક્રિકેટ વગેરે જેવી રમતો તેમજ શ્રવણમંદ ખામી ધરાવતા ખેલાડીઓ માટે 100 મી. 200 મી.દોડની રમતોનું આયોજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે,તા. 08-02-2025 શનિવાર ના રોજ બૌદ્ધિક અક્ષમતા ધરાવતા કુલ 542 જેટલા ખેલાડીઓ ભાગ લેનાર છે. આ ખેલાડીઓ માટેની રમતો જેમાં મુખ્ય 3 વિભાગમાં વહેચવામાં આવે છે. 1.એથ્લેટિક્સ – હાયર એબીલીટી, 2.એથ્લેટિક્સ – લોવર એબીલીટી, 3.સાયકલિંગ, આ મુખ્ય રમતોમાં 25, 50, 100, 200, 400, 800, મીટર દોડ, 50,100 મીટર વોક, બોચી, સોફ્ટબોલ થ્રો, બાસ્કેટબોલ, સાયકલિંગ, વગેરે જેવી રમતો રમાડવામાં આવશે. સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ ૦૮ ખેલાડીઓ માટે ચેસ સ્પર્ધાનું પણ આયોજન છે.
ઉપરોક્ત ત્રણેય કેટેગરીના ખેલાડીઓ આ રમોત્સવમાં જિલ્લા તથા રાજ્ય લેવલ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ 15 થી 16 લાખ જેટલી રકમ ઈનામ સ્વરૂપે આપણા દિવ્યાંગ ખેલાડીઓ મેળવતા રહે છે. આ પ્રસંગે સ્પે. ઓલિમ્પિક્સ મહીસાગર ચેરમેન અનિલ પંડયા, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ અને એન. એ. બી. ના મંત્રી યુસૂફી કાપડિયા, સ્પે. ઓલિમ્પિક્સ મહીસાગર સ્પોર્ટ્સ ડાયરેક્ટર નવીન પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી હર્ષા ઠાકોર સહિત દિવ્યાંગ રમતવીરો, કોચ અને સ્પેશિયલ એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા.