- કુલ કાર્ગો હેન્ડલિંગમાં 39% હિસ્સો ગુજરાતનો: એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન કાર્ગો હેન્ડલિંગમાં 10% વૃદ્ધિ નોંધાઇ
ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નિયંત્રિત, સંચાલિત અને સુવિધાયુક્ત ગુજરાત બંદરો અને જેટીઓએ નાણાકીય વર્ષ 2024-25માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન કાર્ગો હેન્ડલિંગમાં 10% વૃદ્ધિ નોંધાવી હતી.આ સમયગાળા દરમિયાન ગુજરાત મેરીટાઇમ બોર્ડના બંદરો અને જેટીઓએ 36.3 કરોડ મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું – જે 2023 ના સમાન સમયગાળામાં 33 કરોડ મેટ્રિક ટન કરતા 9 ટકાનો વધારો દર્શાવે છે.
આમાંથી, ખાનગી બંદરો પર એપ્રિલ-ડિસેમ્બર 2024 દરમિયાન 20.7 કરોડ મેટ્રિક ટન કાર્ગો ટ્રાફિક જોવા મળ્યો, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 18.2 કરોડ મેટ્રિક ટન હતો. ત્યારે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ મહિનામાં કાર્ગો હેન્ડલિંગમાં 13.47 ટકાનો વધારો દર્શાવે છે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ જેટીઓમાં કાર્ગો ટ્રાફિકમાં ૧.૩૫% નો વધારો જોવા મળ્યો છે જે ૧૭o લાખ મેટ્રિક ટન છે, જ્યારે કેપ્ટિવ જેટીઓમાં કાર્ગો ટ્રાફિકમાં ૮.૫૨% નો વધારો જોવા મળ્યો છે જે ૧૩.૩ કરોડ મેટ્રિક ટન છે. તેમજ ખાનગી જેટીઓમાં કાર્ગો ટ્રાફિકમાં 29.50% અને 5.6 મિલિયન મેટ્રિક ટનનો ઘટાડો નોંધાયો હતો.
ત્યારે આ અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,”દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાતનો હિસ્સો 39% છે. અમે અમારી ક્ષમતા વધારવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે અને વિઝન 2047 ના ભાગ રૂપે દેશમાં કાર્ગો હેન્ડલિંગનું નેતૃત્વ ચાલુ રાખવા માટે પગલાં લઈ રહ્યા છીએ.”