- પ્રશ્નનો નીકાલ કરવા માટે આદેશ આપવામાં આવે તેવી અપીલ કરાઈ
- અંદાજે 1200 જેટલી આદિજાતિના પ્રમાણપત્રોની અરજીનો ઉકેલ મામલતદાર દ્વારા ન કરાયાના આક્ષેપો
જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના માલધારી સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્રને લઈ છેલ્લા ઘણા સમયથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ નિરાકરણ ન લાવતા ગીર,બરડો,આલેજ,હાલાર,બારાડી પંથકના માલધારી,ચારણ સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્ર મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ચારણ સમાજના અરજદારો દ્વારા અલગ અલગ તાલુકામાં અંદાજે 1200 જેટલી આદિજાતિના પ્રમાણપત્રો માટેની અરજી કરવામાં આવી હતી પરંતુ એક પણ અરજીનો ઉકેલ મામલતદાર દ્વારા કરવામાં ન આવી હોવાના માલધારી ચારણ સમાજ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ આગામી 10 દિવસમાં અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આપવામાં આવે તો રાજનૈતિક દલો સાથે આદિજાતિ વિકાસ વિભાગનો ઘેરાવ કરવા માટે ચારણ સમાજ મજબૂર થશે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. અધિકારીને યોગ્ય સમય મર્યાદામાં પ્રશ્નનો નીકાલ કરવા માટે આદેશ આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના માલધારી સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્રને લઈ છેલ્લા ઘણા સમયથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પણ નિરાકરણ ન લાવતા ગીર,બરડો,આલેજ,હાલાર,બારાડી પંથકના માલધારી,ચારણ સમાજ દ્વારા જાતિ પ્રમાણ પત્ર મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં માલધારી સમાજ દ્વારા કલેક્ટરને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે….
આદિજાતિ વિકાસ વિભાગના પત્ર આવ્યા બાદ ચારણ સમાજના અરજદારો દ્વારા અલગ અલગ તાલુકામાં ઓક્ટોબર-નવેમ્બર 2024માં અંદાજે 1200 જેટલી આદિજાતિના પ્રમાણપત્રો માટેની અરજી કરવામાં આવી હતી.. પરંતુ એક પણ અરજીનો ઉકેલ મામલતદાર દ્વારા કરવામાં આવેલ નથી. ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓના મામલતદાર દ્વારા 2020 ના નિયમ અનુસાર અરજી મળ્યાના 45 દિવસમાં અરજદારને જવાબ આપવો ફરજીયાત છે તે નિયમનું પણ તંત્ર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી. તેમજ આજના સમયમાં પણ માલધારી સમાજમાં 80% અરજદાર અભણ, ગરીબી રેખા હેઠળ અને અજાગૃત છે. માલધારી સમાજના પૂર્વજોના જન્મ-મરણ રજીસ્ટર અને લિવિંગસર્ટિના નથી એ કારિયા કમિટીએ સ્વીકાર્યું છે. આ અંગે દરેક અરજદાર દ્વારા સોગંદનામું આપવા છતાં પણ મામલતદારો દ્વારા અમારા સમાજના અરજદારને પરેશાન કરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા નવા આદિજાતિના પ્રમાણપત્રો કાઢી આપવા પર પ્રતિબંધ લગાવી તેમજ તારીખ 04/08/2020 ના રોજ જસ્ટિસ કારીયા કમિટીની નિમણૂક કરવામાં આવી હતી.જેનું કાર્ય મહામૂહિમ રાષ્ટ્રપતિના 1956 ના નોટિફિકેશનથી જે લોકોને અનુસૂચિત જનજાતિ તરીકેનો લાભ આપવામાં આવ્યો છે. જેને લઇ તંત્ર દ્વારા આ મામલે નેશમાં વસવાટ કારનારના પેઢીનામાં તૈયાર કરવાનું હતું.
અને આખરે કારીયા કમિટીએ 4 વર્ષનો સમય લઈ સચોટ કામગીરી કર્યા બાદ તેમનો રિપોર્ટ ગુજરાત સરકારને સોંપેલ હતો. ત્યારબાદ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગની કચેરીનો તા.10/09/2024ના પત્રથી દરેક જિલ્લાઓના કલેકટર,મામલતદાર અને ગુજરાત અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર કાઢી આપવા તેની ખરાય કરવાનું નિયમન કરવા અધિનિયમો 2020 તેમજ કારીયા કમિટીની ભલામણોને ધ્યાનમાં લઈ જાતિ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવાની સૂચના આપેલ છે. પરંતુ તંત્ર દ્વારા અત્યાર સુધી માલધારી સમાજને સમયસર તેનું જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી.
ત્યારે અગાઉ પણ માલધારીઓના પ્રશ્નો અંગે મામલતદાર, અધિક કલેકટરશ્રી, કલેકટર, આદિજાતિ કમિશનર, આદિજાતિ મંત્રી તથા ગુજરાત મુખ્યમંત્રીને લેખિત અને મૌખિક બંને રજૂઆત કરેલી છે. પરંતુ મામલતદાર દ્વારા માત્ર આશ્વાસન સિવાય કોય પણ પ્રકારનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે એક આદિવાસી સમાજના 30 થી વધુ યુવાનો કારીયા કમિટીમાં નામ મંજૂર હોવા છતાં હાલમાં યોજવામાં આવેલ સરકારી ભરતી તથા અન્ય યોજનાઓમાં માલધારી સમાજના યુવક યુવતીઓ લાભ મેળવી ન શક્યા નથી.
હવે જો આવનારા દસ 10 દિવસમાં અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આપવામાં આવે તો, 01 ફેબ્રુઆરી 2025ના રોજ મીડિયા અને રાજનૈતિક દલો સાથે આદિજાતિ વિકાસ વિભાગનો ઘેરાવ કરવા માટે ચારણ સમાજ મજબૂર થશે. માટે જે-તે જવાબદાર અધિકારીને યોગ્ય સમય મર્યાદામાં અમારા પ્રશ્નનો નીકાલ કરવા માટે આપના દ્વારા આદેશ આપવામાં આવે તેવી આક્ષેપો સાથે અપીલ કરવામાં આવી હતી.
અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ