- ગત ટર્મમાં 34 હજારથી વધુ જાહેરાતોની ‘હવા’ નીકળી ગઈ!
- શપથ લીધાના માત્ર 6 કલાકમાં જ બાઈડેનના 78 નિર્ણયો પલટાવ્યા: ગેરકાયદેસર ઈમિગ્રેન્ટ્સને હાંકી કાઢવા, બાળકોની નાગરિકતા રદ કરવા, અમેરિકાના વું અને પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી બહાર કાઢવા જેવા નિર્ણયો લેવાયા
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદ સંભાળ્યાના પહેલા જ દિવસે અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પસાર કર્યાં હતાં. આગાઉની ટ્રમ્પની સરકારમાં 34 હજારથી વધુ જાહેરાતો કરવામાં આવી હતી તેની ’હવા’ નીકળી ગઈ હતી અને હવે ફરી એકવખત ટ્રમ્પએ પ્રમુખ પદ સંભાળ્યા બાદ તેના ધૂમ ધડાકા કારગત નીવડશે કે કેમ? પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટ અને વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી અમેરિકાને બહાર કાઢવા, ટિકટોકને 75 દિવસનો સમય આપવા, મોતની સજાને ફરીથી બહાલી આપવા અને માફી આપવાની શક્તિનો ઉપયોગ સહિતના અનેક નિર્ણયોનો સમાવેશ થાય છે. લાખો ભારતીયોને સૌથી વધુ અસર કરે તેવા એક આદેશમાં તેમણે બિન-કાયમી નિવાસીઓના બાળકોને આપોઆપ મળતી નાગરિકતાને ખતમ કરવાની જાહેરાત કરી હતી. જન્મજાત નાગરિકતા બંધ કરવાનો નિર્ણય અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે. આ નિર્ણયનો અમલ 30 દિવસમાં થશે. જોકે આ નિર્ણયને કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યાના થોડા કલાકોમાં જ ન્યૂ હેમ્પશાયરમાં ઇમિગ્રેશન એડવોકેટ્સે તેમની સામે કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવાયું હતું કે જો માતાપિતામાંથી કોઇ એક અમેરિકન નાગરિક નહીં હોય તો યુ.એસ.માં જન્મેલા બાળકોને તેમની સરકાર દ્વારા નાગરિક તરીકે માન્યતા આપવામાં આવશે નહીં. જો ટ્રમ્પના નિર્ણયનો અમલ થશે તો અમેરિકામાં વર્ક વિઝા કે ટુરિસ્ટ વિઝા પર રહેતા ભારતીય માતાપિતાના ત્યાં જન્મેલા બાળકને આપોઆપ અમેરિકાની નાગરિકતા મળશે નહીં. એક્ઝિક્યુટિવ ઓર્ડરનો હેતુ દેશમાં બર્થ ટુરિઝમને સમાપ્ત કરવાનો છે. જો કે હવે ટ્રમ્પના આ તમામ નિર્ણયો કારગત નીવડશે કે કેમ તે જોવું રહેશે.
ચીનથી થતી આયાત પર 10 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય
અમેરિકામાં ટ્રમ્પ યુગ 20 જાન્યુઆરીથી શરૂ થયો. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહનું કવરેજ ચર્ચાનો વિષય હતો. બીજી તરફ, ટ્રમ્પે સત્તામાં પાછા ફરતાની સાથે જ પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી, જેના કારણે વિશ્વભરમાં અમેરિકન રાષ્ટ્રપતિ વિશે ચર્ચા તેજ થઈ ગઈ છે. આમાં મુખ્યત્વે ચીનને અરીસો બતાવવાનો અને પશ્ચિમ એશિયાની મુલાકાત અંગેની વાતોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા શપથગ્રહણ સમારોહને અંદાજે 24.6 મિલિયન લોકોએ ટેલિવિઝન પર નિહાળ્યો હતો. 2013 માં રાષ્ટ્રપતિ બરાક ઓબામાના બીજા શપથગ્રહણ પછી આ સંખ્યા સૌથી ઓછી હતી. બીજી બાજુ, સત્તામાં પાછા ફરવાની સાથે, ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નીતિ, તેમના લક્ષ્યો અને તેમના ઇરાદા સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધા છે. ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનો મુદ્દો હોય કે સંઘર્ષગ્રસ્ત પશ્ચિમ એશિયાની તેમની મુલાકાત, તેમણે ઘણા મુદ્દાઓ પર લોકોનું ધ્યાન ખેંચ્યું. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે આ ટેરિફ 1 ફેબ્રુઆરીથી ચીન પર લાદવામાં આવી શકે છે. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે મેક્સિકો અને ચીન પર 25 ટકા સુધીનો ટેરિફ લાદવાની યોજના હોઈ શકે છે. ચીન દ્વારા ફેન્ટાનાઇલ જેવી ખતરનાક દવાઓ મોકલવાના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જેને યુએસ સરકાર ગંભીરતાથી જોઈ રહી છે.