- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવન દ્વારા વિવિધ 39 કેસોનું સ્ટડી કરવામાં આવ્યું જેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું: 44 ટકાના મત અનુસાર સંબંધમાં તેઓ માત્ર એક વિકલ્પ છે પ્રાયોરિટી નહિ જેથી તણાવ અનુભવાય છે
આજનો યુગ એ આધુનિક યુગ છે આજના સમયમાં આપણને અવનવી અને ઘણી બધી વિવિધ પ્રકારની મનોવૈજ્ઞાનિક (માનસિક સ્વાસ્થ્યને લગતી) સમસ્યાઓ જોવા મળતી હોય છે. આધુનિકતા વધવાના કારણે ઘણી બધી સમસ્યાઓમાં વધારો જોવા મળે છે એ સામાજિક હોય આર્થિક હોય કે પછી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ હોય. પહેલાના સમયમાં એવું કહેવામાં આવતું કે જો તમારું તન સ્વસ્થ હશેતો તમારું મન પણ સ્વસ્થ રહેશે પરંતુ આજના સમયમાં આ વ્યાખ્યા બદલાની છે આજના સમય પ્રમાણે જો તમારું મન સ્વસ્થ હશે તો જ તમારું તન સ્વસ્થ રહેશે . કોઈપણ વ્યક્તિ માટે પોતાના સામાજિક આંતરિક સંબંધો સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે જો સંબંધોમાં ક્યાંય પણ વિક્ષેપ આવે તો વ્યક્તિ ભાંગી પડતો જોવા મળે છે ત્યારે આજના સમયમાં એક નવો શબ્દ કે નવી સમસ્યા ઉદ્ભવી છે જેને” સેક્ધડ પોટેટો “કહેવામાં આવે છે. સંબંધોમાં દરેક વ્યક્તિને પોતાનું મહત્વ જોઈતું હોય છે અને ખાસ પતિ પત્નીના સબંધમાં એક અલાયદું સ્થાન દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે.પણ ઘણી વખત પતિ કે પત્ની પોતાના પાત્રને મુખ્ય વ્યક્તિ ન માનતા માત્ર તેને એક વિકલ્પ સમજી બેસે છે અને આ વિકલ્પ એટલે સેક્ધડ પોટેટો. મનોવિજ્ઞાન ભવનની બે વિદ્યાર્થીનીઓ બારડ પૂજા અને છૈયા પ્રવીણા એ ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં દંપતીઓના કુલ 39 કેસનું વિશ્લેષણ કર્યું. જેમાંથી 32 કેસમાં સંબંધો તૂટવાનું મુખ્ય કારણ બન્યું સેક્ધડ પોટેટો.
વિવિધ કેસ સ્ટડી
1: અમારા લગ્ન 4 વર્ષ પહેલા થયેલા. ખૂબ રાજી ખુશીથી અમારા લગ્ન થયા હતા. શરૂઆતના વર્ષોમાં મારી પત્ની મારી સાથે સારી રીતે રહેતી પણ અચાનક તેના વર્તનમાં પરિવર્તન આવ્યું. નાની નાની વાતોમાં ઉપેક્ષાઓ થવા લાગી, ઝઘડો થવા લાગ્યો પણ મને એમ હતું કે સમય જતાં બધું સરખું થઈ જશે. હવે મને ખબર પડી છે કે અમારા લગ્ન એની મરજી વિરુદ્ધ થયા હતા. આજે પણ મને એ સ્થાન ન મળ્યું જે એક પતિને મળવું જોઈએ. એણે માત્ર મને એનો એક વિકલ્પ જ માન્યો અને હવે અમે માત્ર સમાજને દેખાડવા પતિ પત્ની છીએ. *કેસ સ્ટડી
2:* મારા પતિનું મિત્ર વર્તુળ બહુ મોટું છે જેમાં સ્ત્રીઓ અને પુરૂષો બન્ને છે. મારા પતિને પહેલા કોઈ છોકરી ગમતી હતી પણ લગ્ન ન થયા. મારી સાથે લગ્ન વખતે મેં મારા પતિને પૂછ્યું પણ હતુ કે તમને કોઈ બીજું પસંદ હોય તો કે તમારો કોઈ ભૂતકાળ હોય તો જણાવજો. પણ ત્યારે એણે મને ભ્રમમાં રાખી.આજે મને બધી વાસ્તવિક્તાની ખબર પડી છે કે એણે માત્ર સમાજને દેખાડવા ખાતર મારી જોડે લગ્ન કર્યા છે. આજે પણ તે તેની મિત્રને મળે છે અને બધી વાત પણ ત્યાં જ કરે છે. *
દામ્પત્યજીવનને અસર કરતા ચિન્હો
1.. પોતાનો સાથી તેને સાથ ન આપતા તે માત્ર વિકલ્પ છે તેવું અનુભવવું
2.. સતત ઉપેક્ષા ની લાગણી થવી
3. જીવનસાથી સાથે જોડાણનો અભાવ.
4.. વિશ્વાસ નો અભાવ
5.. પોતાનો ઉપયોગ થયો છે તેવી લાગણી થવી
6.. લાખ પ્રયત્ન કરવા છતાં પોતાના પાર્ટનરમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવવું.
7.. તેના પાર્ટનરને પોતાનું કોઈ જ મૂલ્ય નથી તેવી લાગણી અનુભવવી. 8.. પોતાના જીવનસાથી ને તેના પ્રત્યે કંઈ જ રસ નથી તેવો અનુભવ થવો.
9.. બંને વચ્ચેનું ઓછું પ્રત્યાયન
10.. તેનનો જીવનસાથી તેના વ્યક્તિત્વનો કંઈ જ અર્થ નથી સમજતો તેવું લાગવું
11.. એક ને એક વાત વારંવાર પૂછ્યા કરવી.
12..જીવનસાથી દ્વારા તેના મેસેજ નો જવાબ નથી મળતો ત્યારે તે ચિડાઈ જાય અથવા તો ગુસ્સે થાય
13.. હંમેશા તેને તેના પાર્ટનર પ્રત્યે શંકા નો અનુભવ થયા કરતો હોય. 14.. તેના જીવનસાથી દ્વારા તેના પ્રત્યે અસંતોષ છે તેવું અનુભવવું 15.. તેનો જીવનસાથી તેના પ્રત્યે વફાદાર નથી તેવી લાગણી અનુભવવી.
સેક્ધડ પોટેટોના કારણો
અસંતોષકારક સબંધો. વિશ્વાસનો અભાવ. સમજણનો અભાવ. વિચારોની અલગતા. પારસ્પારિક મતભેદ ઉભા થવા. એક બીજાના આત્મસન્માનને ઠેસ પહોંચવી. એકબીજા ઉપર વારંવાર શંકા કરવી. માત્ર પોતાની પસંદગીને જ પ્રાધાન્ય આપવું. એકબીજામાં અરુચિ અનુભવવી. સંતોષકારક સંબંધો સ્થાપિત કરવામાં નિષ્ફળ જવું. એકબીજાની જરૂરિયાતો પરિપૂર્ણ ન થવી. એકબીજાની ઈચ્છા અનુસાર નું વર્તન ન કરવું. એકબીજા પાર્ટનરને પૂરતો સમય ન આપો.
વિવિધ વિશ્લેષણો, કેસ સ્ટડી, કાઉન્સેલીંગના માધ્યમથી મળેલ તારણો
- 63 ટકા કેસમાં દંપતિમાં કોઈ એક બીજા માટે માત્ર વિકલ્પ છે તે લાગણી સમસ્યાઓ ઉભી કરે છે.
- 44 ટકા લોકોએ વાતે સહમત થયા કે જેવું લગ્ન જીવનની શરૂઆતમાં તે પોતાના પાર્ટનર માટે મહત્વના હતા હવે એવું નથી રહ્યું. 3. 33 ટકા કિસ્સામાં જોવા મળ્યું કે તેની પોતાના પાર્ટનર દ્વારા સતત અવગણના થઈ.
- 54 ટકા કેસમાં સ્ત્રીઓ કે પુરુષો પોતાનો ભૂતકાળ ભૂલી ન શકતા હોવાના કારણે વર્તમાન સમયમાં પતિ કે પત્ની માટે એક વિકલ્પ માત્ર છે.
- 43 ટકા કેસમાં પતિ કે પત્ની એકબીજાથી છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે