- ડાયરેક્ટર ઓફ ટેલિકોમ, રૂરલ (ગુજરાત)કે. બી. શર્મા ઉપસ્થિત રહ્યા
દાહોદ જિલ્લામાં જિલ્લા સ્તરે ટેલિકોમ સંબંધિત મુદ્દાઓનો અસરકારક રીતે ઉકેલ આવે તે હેતુસર ટેલિકોમ પ્રશ્નોના નિકાલ માટે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ વિવિધ કંપનીઓના જનરલ મેનેજરઓની સાથે બેઠક યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લાની પસંડગી એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે થતા દાહોદ જિલ્લાની નોંધ સેન્ટ્રલ લેવલે પણ કરવામાં આવતી હોય છે.
આ બેઠકનો પણ મૂળ ઉદ્દેશ્ય દાહોદના છેલ્લા ગામ સુધી કોમ્યુનિકેશન થઇ રહે એ હતો. જેમાં તમામ ટેલિકોમ કંપનીઓના મેનેજરઓ સાથે મળીને લોકો સુધી નેટવર્ક સરળતાથી ઉપલબ્ધ થઇ રહે તેવી રીતે સંબંધિત વિભાગોએ આંતરિક સંકલન સાધીને કામગીરી કરવાની રહેશે એમ કહેતાં કલેકટર યોગેશ નિરગુડેએ તમામ ગામોને કવર કરવા માટેની સૂચના આપી હતી.
ઉપરાંત ઉપસ્થિત તમામ કંપનીઓએ યુઝર એજન્સી તરીકે પોર્ટલ બનાવી એમાં રજીસ્ટ્રેશન કરાવવું, ટેલિકોમ કંપનીઓ પોતાની સર્વિસ છેલ્લા ગામ સુધી આપે છે કે કેમ એની પણ ચર્ચા કરવામાં આવી હતી. એઓ પોતાની કામગીરી કઈ રીતે નિભાવે છે, લોકોના નેટવર્ક ઇસ્યુને કેટલા સમયમાં સોલ્વ કરવાનો હોય છે જેવી બાબતોને વણી લેવામાં આવી હતી.
ડાયરેક્ટર ઓફ ટેલિકોમ, રૂરલ (ગુજરાત)કે. બી. શર્મા એ જણાવ્યું હતું કે, નેટવર્ક નું સૌથી મોટું કાર્ય પબ્લિક સુધી સેવા પહોંચતી કરવાનું હોય છે. આજના સમયમાં બધું ઓનલાઇન થઇ જતાં નેટ ઇસ્યુ વડે ઘણીવાર પબ્લિક અજાણ રહેતી હોય છે. આ નેટવર્ક કામગીરી વડે પબ્લિકને કઈ રીતે મદદરૂપ બનવું એ દિશામાં સહિયારી કામગીરી કરવી પડશે. સાથે આ બાબતે શાળાઓ, આંગણવાડી તેમજ કોલેજો તેમજ ગ્રામ પંચાયતને પ્રાથમિકતા આપવા જેવી અનેક બાબતો રજૂ કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. કે. રાઠવા, DCF દેવગઢ બારીયા, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત, કા.પા.ઈજનેર સિંચાઈ વિભાગના પ્રતિનિધિ, અધિક્ષક ઈજનેર એમ. જી. વી. સી. એલ. દાહોદ, જીસ્વાન એન્જીનીયર દાહોદ, બી. એસ. એન. એલ. મેનેજર, જીઓ મેનેજર, જી. ટી. પી. એલ. મેનેજર સહિત સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.