દાહોદ: દેવગઢ બારીયા ખાતે આવેલ સૌથી મોટી સ્કુલ ઈરા સ્કૂલ ખાતે દેવગઢબારિયા ડેપો મેનેજર એસ એસ પટેલ દ્વારા સ્ટાફને સાથે રાખી વિદ્યાર્થી સેમિનાર યોજ્યો હતો. જેમાં દેવગઢબારિયા ડેપો મેનેજર એસ એસ પટેલે જણાવ્યું હતું કે દેવગઢ બારીયા, લીમખેડા, ધાનપુર વિદ્યાર્થીઓને બસ પાસ ની મુશ્કેલી ન પડે અને બસ પાસની કાર્યવાહી વધુ સરળ બને તે માટે ઈરા સ્કૂલ દેવગઢ બારિયા ખાતે સેમિનાર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને સરળતાથી બસ પાસ નીકળી જાય તે અંગે માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડ સુધી આવું ના પડે તે માટે સ્કૂલમાંથી સહી સિક્કા સાથે પાસ મોકલવા અને ઓનલાઇન ફોર્મ ભરી આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં વધુ શાળા સંચાલકો દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી સ્કૂલના સહી સિક્કા કરી એકીસાથે મોકલી આપવા આયોજન કરવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં કોઈ અગવડતા ન ભોગવી પડે અને સહેલાઈથી પાસ મળી રહે તે મુજબના આયોજન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
અહેવાલ: અભેસિંહ રાવલ