- બગીચો હોવાથી ઝાંઝમેરના લોકો અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
- આધુનિક બગીચો બનાવવામાં દાતાઓએ અપાર સહયોગ, પરિશ્રમ અને દાન આપ્યું
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના લોકફાળાથી આધુનિક બગીચો બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિટીમાં હોય તેના જેવો જ બગીચો ઝાંઝમેર ગામમાં વસતા અને અન્ય ગામમાં રોજગાર માટે ગયેલા હોય તેવા લોકોએ ગામમાં આધુનિક બગીચો બનાવવામાં દાતાઓએ અપાર સહયોગ, પરિશ્રમ અને દાન આપ્યું હતું. અને સારું એવું બાળકોને કુદરતી અને રમણીય વાતાવરણ મળી રહે તે માટે આધુનિક ઢબથી બગીચો બનાવવામાં આવ્યો છે. તેમજ અલગ અલગ પ્રકારના બાળકોને રમવા માટે સાધનો આ બગીચામાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામમાં આ બગીચો હોવાથી ઝાંઝમેરના લોકો અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બિન્દુ બની ગયું છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં ચૂંટણી સમયે ત્યાંના સરપંચ એ જે વચનો આપ્યા હતા તે પુરા કરવામાં આવ્યા છે શુદ્ધ પાણી હોય સાફ સફાઈ હોય કે ગામમાં વિકાસના કામો ની હાર માળા કરી દીધી છે ત્યારે ઝાંઝમેર ગામમાં ની વસ્તી 3700 જેટલી છે અને સરપંચ આવ્યા ત્યારથી ઝાંઝમેર નો વિકાસ સારો થયો છે અને ઝાંઝરમાં સિટીમાં હોય તેના જેવો જ બગીચો ઝાંઝમેર ગામમાં ઝાંઝમેર ગામમાં વસતા અને ઝાંઝમેર થી અન્ય ગામમાં રોજગાર માટે ગયેલા હોય તેવા લોકોએ ઝાંઝમેર ગામમાં આધુનિક બગીચો બનાવવામાં દાતાઓએ અપાર સહયોગ અને પરિશ્રમ અને દાન ભરપેટ લોકોએ આપ્યું હતું.
તેને જ કારણે અને સરપંચની ટીમ તથા ઝાંઝમેર ગામના લોકો ના અર્થાત મહેનતથી ઝાંઝમેર ગામનો વિકાસ થયો છે અને સારો એવો બાળકોને કુદરતી અને રમણીય વાતાવરણ મળી રહે અને આધુનિક ઢબથી બગીચો બનાવવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારના બાળકોને રમવા માટે સાધનો આ બગીચામાં રાખવામાં આવ્યા છે અને ઝાંઝરના બાળકોને બહારગામ ફરવા માટે ન જવું પડે તેના માટે ઝાંઝમેર ગામમાં જ સુંદર અને સારો બગીચો બનાવવામાં આવ્યો છે ઝાંઝમેર ગામમાં આ બગીચો હોવાથી ઝાંઝમેર ના લોકોને અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બિન્દુ બની ગયું છે.
અહેવાલ: કૌશલ સોલંકી