- સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન
- જૈન જાગૃતી સેન્ટ્રલ બોર્ડની સુવર્ણ જયંતી નિમિતે કરાયું આયોજન
- 30 થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું
ધ્રાંગધ્રા: જૈન જાગૃતી સેન્ટ્રલ બોર્ડ, મુંબઈની શરૂઆત વર્ષ ૧૯૭૫માં થઈ હતી ત્યારે સંસ્થાના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં જૈન જાગૃતી ફિઝિયોથેરાપી સેન્ટર અને જૈન જાગૃતી લેડીઝ વીંગ, ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. તેમજ દરેક રક્તદાતાઓને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર પ્રમુખ નિશાંત પ્રજાપતિ, મહામંત્રી સંજય ગોવાણી, સંસ્થાના પ્રમુખ અમિત શાહ, અલ્પા ગાંધી, સમથભાઈ, સલીમ ઘાંચી સહીત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જૈન જાગૃતી સેન્ટ્રલ બોર્ડ, મુંબઈની શરૂઆત વર્ષ ૧૯૭૫માં થઈ હતી ત્યારે સંસ્થાના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં જૈન જાગૃતી ફિઝિયોથેરાપી સેન્ટર અને જૈન જાગૃતી લેડીઝ વીંગ, ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સવારથી જ યુવાનો મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગ સહીત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેન્કમાં જમાં કરાવવામાં આવી હતી તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યા હતા.
તેમજ ચા- પાણી નાસ્તા સહીતની તમામ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી હતી થેલેસિમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લાં 4 વર્ષથી ધ્રાંગધ્રા સહિત અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનાર રક્તદતાએ પણ રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી તેમજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન સલીમભાઇ ઘાંચી દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર પ્રમુખ નિશાંત પ્રજાપતિ, મહામંત્રી સંજય ગોવાણી, સંસ્થાના પ્રમુખ અમિત શાહ, અલ્પાબેન ગાંધી, સમથ,સહીત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: સલીમ ઘાંચી