નર્મદા: સ્પર્શ લેપ્રશી અવેરનેશ કેમ્પઈન-2025- જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા રક્તપિત્ત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ – નર્મદા જિલ્લામાં યોજાનાર સ્પર્શ-રક્તપિત્ત જનજાગૃત્તિ અભિયાનમાં લોકોની સહભાગીદારીતા માટે અપીલ કરતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી – તા. 30 મી જાન્યુઆરીથી 13 મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન – વર્ષ 2025 થીમ “Together, let us raise awareness, dispel misconceptions and ensure that no one affected by leprosy is left behind” – રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનના અંગે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક કલેકટરશ્રીના ચેમ્બરમાં યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ નર્મદા જિલ્લાના રક્તપિત્ત દર્દીઓની સંખ્યા, રક્તપિત્ત થવાના કારણો અને લક્ષણો અંગે આરોગ્ય વિભાગ પાસેથી વિસ્તૃતમાં જાણકારી મેળવી, જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે ઝીણવટભર્યા આયોજન, પ્લાનિંગ સફળતા સાથે જિલ્લા-તાલુકા સહિત ગ્રામકક્ષાએ પ્રાથમિક શાળા-આરોગ્ય કેન્દ્ર ખાતે માધ્યમથી લોકો માટે જનજાગૃત કરવા કલેકટરએ જણાવ્યુ હતું. નર્મદા જિલ્લામાં યોજાનાર સ્પર્શ-રક્તપિત્ત જનજાગૃત્તિ અભિયાનમાં લોકોની સહભાગીદારીતા માટે અપીલ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે બેઠકમાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 30 મી જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી 2025 દરમિયાન સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન શરૂ થનાર છે. ત્યારે ભારતને રકતપિત્તમાંથી મુકત કરવા માટેના તમામ પ્રયત્ન કરીશું. વધુમાં જનજાગૃતિ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ થનાર છે. જેમાં સ્કૂલ ક્વિઝ/રોલ પ્લે/આરોગ્ય તપાસણી, એન્ટી લેપ્રસી ડે સેલિબ્રેશન, રક્તપિત્ત બેનર વિતરણ, પપેટ શો, ભીંત સુત્રો, માઇકીંગ, રક્તપિત્ત પત્રિકા વિતરણ, જૂથ ચર્ચા સહિત જનજાગૃતિ રેલી પણ યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પર્શ લેપ્રશી અવેરનેશ કેમ્પઈન-2025 અંતર્ગત નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં તા. 30 મી જાન્યુઆરી થી 13 મી ફેબ્રુઆરી ,2025 (દિન- 15) દરમિયાન “સ્પર્શ લેપ્રશી અવેરનેસ કેમ્પેઇન-SLAC” યોજાશે. વર્ષ 2025ની થીમ “Together, let us raise awareness, dispel misconceptions and ensure that no one affected by leprosy is left behind” રહેશે.
જેમાં સ્કુલ ક્વીઝ, રોલ પ્લે, આરોગ્ય તપાસણી, રકતપિત્ત બેનર વિતરણ, પપેટ શો, ભીત સુત્રો, જુથ ચર્ચા સહિત પ્રદર્શન જેવી પ્રવૃતિઓ થનાર છે. આ બેઠકમાં જિલ્લા લેપ્રસી અધિકારી ડો. હેતલ ચૌધરી, એપેડમિક મેડિકલ ઓફિસર ડો. આર.એસ.કશ્યબ, જિલ્લા લેપ્રસી મેડીકલ ઓફિસર ડો. હિરેન પ્રજાપતિ સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યઓ હાજર રહ્યાં હતા. રકતપિત્ત પૂર્વજન્મના પાપ, શાપનું ફળ કે વારસાગત નથી. રકતપિત્ત એ બેક્ટેરીયા ફેલાતો રોગ છે. જે કોઈપણ વ્યક્તિને થઇ શકે છે. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શજ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રકતપિત્ત હોઈ શકે છે. રકતપિત્ત કોઈપણ તબક્કે મટાડી શકાય છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી વિના વિકૃત ચોક્કસ મટી શકે છે. રકતપિત્તનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પીટલમાં વિનામૂલ્યે કરી શકાય છે.