નવસારીના જલાલપોર વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીઓ બાખડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં એક યુવકે પોતાના વાહનનું હોર્ન મારતાં પાડોથીએ પોતાની પત્નીને જોઇને હોર્ન માર્યું હોવાનું કહીને મધરાતે ધિંગાણું કર્યું હતું. મારામારીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નવસારીના જલાલપોરના એરુ વિસ્તારની અવધ કીમ્બરલી સોસાયટીમાં રહેતા ભાવિનકુમાર દેસાઇ અને તેમના પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે. જેમને ગત રવિવારની રાત્રે તેમના પાડોશમાં રહેતા જીગર રમણભાઈ પટેલે રાત્રિના દોઢ વાગે દરવાજો ખખડાવી સોસાયટીના ગેટ પાસે બોલાવ્યા હતા.
જીગર પટેલે ભાવિન દેસાઇને સોસાયટીના ગેટ પાસે બોલાવતા ભાવિન અને તેમના પત્ની ગેટ આગળ ગયા હતા. જ્યાં જીગર પટેલે ઉશ્કેરાઈને કહ્યું હતું કે તે મારી પત્નીને જોઈને બાઈકનું હોર્ન કેમ માર્યું હતું…? જે બાબતે ભાવિન દેસાઈ ખુલાસો કર્યો હતો કે મેં મારા નાના બાળકને બાઈક ઉપર આગળ બેસાડ્યો હતો જેથી તેણે હોર્ન વગાડ્યું હતું, મેં નહોતું વગાડ્યું. પરંતુ જીગર પટેલે એકાએક ઉશ્કેરાને ભાવિન દેસાઈ અને તેની પત્નીને ઢીંકા-પાટુ અને લાકડીથી મારમારી માથાના અને જમણી બાજુના ભાગે લાકડી મારી ઇર્જા પહોંચાડી હતી. મારામારીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી.
આ સ્પષ્ટતા છતાં જીગર પટેલ ઉશ્કેરાઈ ગયા હતા અને ભાવિનકુમાર તેમજ તેમની પત્ની પર હુમલો કર્યો હતો. આરોપીએ ભાવિનકુમારને માથાના જમણા ભાગે લાકડી વડે મારીને ઈજા પહોંચાડી હતી અને દંપતીને માર માર્યો હતો. આ ઘટના બાદ ભાવિનકુમાર દેસાઈએ જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી જીગર રમણભાઈ પટેલની ધરપકડ કરી છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ: રામ સોનગઢવાલા