- ઠગાઈનાં 18461 બનાવોમાં રૂ.21,367 ગઠીયાઓ ઓળવી ગયાંનો ખુલાસો
વર્ષ 2023-24માં બેંક સાથે છેતરપિંડીના 10 વર્ષમાં સૌથી ઓછા બનાવ નોંધાયા હતા. પ્રત્યેક છેતરપિંડીમાં સરેરાશ રકમ 16 વર્ષનાં ઇતિહાસમાં સૌથી તળિયે હતી જયારે નાણાકીય વર્ષ 2024-25નાં પ્રથમ છ મહિનામાં જ નાણાકીય છેતરપિંડીમાં આઠ ગણો ઉછાળો નોંધાયો હતો. છ માસમાં રૂ. 21,397 કરોડની છેતરપિંડી સામે આવી છે.
છેતરપિંડીના આંકડા રિપોર્ટિંગ તારીખ પર આધારિત છે. નાણાકીય વર્ષ 2024માં છેતરપિંડીની સંખ્યા 36066 હતી જેમાં કુલ રૂ. 13,175 કરોડની છેતરપિંડી સામે આવી હતી. જે એક વર્ષ અગાઉ રૂ. 23,863 કરોડ હતું. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં તેમાં બાઉન્સબેક થયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના સમાન સમયગાળામાં છેતરપિંડીની 14,480 ઘટનાઓની સરખામણીમાં પ્રથમ છ મહિનામાં છેતરપિંડીના કેસ વધીને 18,461 થયા છે. પ્રથમ છ મહિનામાં છેતરપિંડીમાં સામેલ રકમ ગયા વર્ષના રૂ. 2,623 કરોડથી વધીને 21,367 કરોડ થઈ ગઈ છે.
બેંક છેતરપિંડીની ઘટનાની તારીખના આધારે 2023-24માં રકમની દ્રષ્ટિએ કુલ છેતરપિંડીમાં ઇન્ટરનેટ અને કાર્ડ છેતરપિંડીનો હિસ્સો 44.7% અને કેસોની સંખ્યાની દ્રષ્ટિએ 85.3% હતો. જયારે 2023-24માં, છેતરપિંડીના કેસોની સંખ્યા કુલ છેતરપિંડીના 67.1% હતી. જોકે સામેલ રકમની દ્રષ્ટિએ, પીએસબીનો હિસ્સો સૌથી વધુ હતો. છેતરપિંડીની સંખ્યાની દ્રષ્ટિએ, 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીઓનો હિસ્સો સૌથી વધુ હતો.