- બખરલા ગામે કુ*ખ્યાત શખ્સ મેરામણ ઉર્ફે લંગીની કરપીણ હ*ત્યા
- સંજય દેવશી ઓડેદરા તેમજ અન્ય એક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
- મૃતક વિરુદ્ધ 4 હ*ત્યા, 2 હ*ત્યાના પ્રયાસ સહિત 14 જેટલા ગુના દાખલ
પોરબંદરના બખરલા ગામે કુ*ખ્યાત શખ્સ મેરામણ ઉર્ફે લંગી માલદે ખૂંટીની હ*ત્યાનો બનાવ સામે આવ્યો છે હ*ત્યામાં સંજય દેવશી ઓડેદરા નામનો શખ્સ સંડોવાયો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે અને તેની સાથે અન્ય એક અજાણ્યો શખ્સ પણ સામેલ હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ અગાઉના મનદુઃખ રાખી તીક્ષ્ણ હથિયાર વડે હ*ત્યા નિપજાવામાં આવી છે. મેરામણના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મેરામણ સામે 4 હ*ત્યા, 2 હ*ત્યાના પ્રયાસ સહિત 14 જેટલા ગુના નોંધાયેલા હતા. પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોરબંદર ના બખરલા ગામે કુ*ખ્યાત શખ્સ મેરામણ ઉર્ફે લંગી માલદેભાઈ ખૂંટી ની કરપીણ હ*ત્યા નો બનાવ બન્યો છે હ*ત્યા માં સંજય દેવશી ઓડેદરા નામનો શખ્સ સંડોવાયો હોવાનું ફરિયાદ માં નોંધાયું છે અને તેની સાથે અન્ય એક અજાણ્યો શખ્સ પણ સામેલ હતો. કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હ*ત્યા થઈ છે અગાઉના મનદુઃખમાં હ*ત્યા નિપજાવી હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. મેરામણના મૃતદેહ પીએમ માટે પોરબંદર ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે
મેરામણની ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના ટેકેદાર મુળુ મોઢવાડિયા હ*ત્યા કેસમાં પણ સંડોવણી ખુલી હતી. અને બાદમાં કોર્ટે નિર્દોષ છોડ્યો હતો ત્યારબાદ બખરલા ગામે એક મહિલાની હ*ત્યા કેસમાં પણ મેરામણ લંગીની ધરપકડ થઈ હતી. મેરામણ સામે 4 હ*ત્યા, 2 હ*ત્યાના પ્રયાસ સહિત 14 જેટલા ગુના નોંધાયેલા હતા અને તે ભીમા દુલા ઓડેદરાનો ભાણેજ હતો ગઈ રાતે નવ વાગે બખ્રલા ગામે બનેલ આ બનાવ અંગે મેરામણ ની પત્ની મંજુબેન એ બગવદર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી કરી આરોપીઓને શોધખોળ હાથ ધરી છે કુ*ખ્યાત મેરામણની હ*ત્યા થતાં સમગ્ર બરડા પંથક માં ચકચાર જાગી છે.
અહેવાલ: અશોક થાનકી