ભાજપ શરૂઆતથી માને છે કે વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ: વડાપ્રધાન મોદી

આજે ભાજપનો 41મો સ્થાપના દિવસવડાપ્રધાન મોદીનું કાર્યકરોને ઉદ્બોધન

ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના આ 41માં સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના કાર્યકરોને સંબોધન કર્યું. દિલ્હીમાં ભાજપ હેડક્વારટર ખાતે આજે એક મોટા કાર્યક્રમનું આયોજન કરાયું છે. પીએમ મોદીએ કહ્યું કે પાર્ટીની ગૌરવશાળી યાત્રાના આજે 41 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 41 વર્ષ એ વાતની સાક્ષી પૂરે છે કે સેવા અને સમર્પણ સાથે કોઈ પાર્ટી કેવી રીતે કામ કરે છે.  તેમણે કહ્યું કે ભાજપને આકાર અને વિસ્તાર આપનારા અમારા આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી, મુરલી મનોહર જોશીજી  જેવા અનેક વરિષ્ઠોના આશીર્વાદ અમને હંમેશા મળતા રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી, અટલ બિહારી વાજપેયીજી, કુશાભાઉ ઠાકરેજી, રાજમાતા સિંધિયાજી જેવા અગણિત મહાન વ્યક્તિત્વોને ભાજપના પ્રત્યેક કાર્યકર તરફથી હું શ્રદ્ધાંજલિ આપું છું. શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. દેશનો કદાચ જ કોઈ એવું રાજ્ય કે જિલ્લો હશે જ્યાં પાર્ટી માટે ર -3 પેઢીઓ કાર્યરત ન હોય. હું આ અવસરે જનસંઘથી લઈને ભાજપ સુધીના રાષ્ટ્રસેવાના આ યજ્ઞમાં પોતાનું યોગદાન આપનારા દરેક વ્યક્તિને આદરપૂર્વક નમન કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનની શક્તિ છે કે આપણે તેમનું સપનું પૂરું કરી શકયા. કલમ 370 હટાવીને કાસ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા. તેમણે કહ્યું કે ગત વર્ષ કોરોનાએ સમગ્ર દેશ સામે એક અભૂતપૂર્વ સંકટ ઊભું કરી દીધુ હતું. ત્યારે તમે બધા પોતાનું દુખ ભૂલાવીને દેશવાસીઓની સેવાઓમાં લાગેલા રહ્યા. તમે સેવા જ સંગઠનનો સંકલ્પ લીધો અને તે માટે કામ કર્યું.

ભાજપ 43 વર્ષોમાં કળીમાંથી ‘ફૂલ’ અને હવે ‘ઉપવન’ બન્યો

સ્થાપનાદિને  આગેવાનો, કાર્યકર્તાઓના ઘરે ધ્વજ લગાવી ઉજવણી કરાઈ: કાર્યકરો, શુભેચ્છકો, દેશબાંધવોને શુભેચ્છા પાઠવતા વિરાણી, કોઠારી, રાઠોડ

ભાજપ 4ર  વર્ષોમાં કળીમાંથી ફલ અને ફૂલમાંથી ઉપવન બન્યો છે. તેમ શહેર ભાજપના આગેવાનો ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, કમલેશ વિરાણી, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતુ.

શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર  રાઠોડે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને આનંદ અને ગૌર વની લાગણી સાથે શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે જેને હૈયે હંમેશા દેશનું હિત રહયું છે એવી ભારતીય જનતા પાર્ટીને ભારતની પ્રજાએ હોંશભેર  આવકારી છે. સખત સંઘર્ષ અને સતત પિર શ્રમ જેના પાયામાં છે એ ભાજપ છેલ્લા 42  વર્ષોમાં કળીમાંથી ફુલ અને ફુલમાંથી આખુ ઉપવન બની ગયો છે. ભાજપની શાખાઓ પણ હવે ચોમેર  વિસ્તરી છે.

ભાજપા પાસે દેશપ્રેમની વિચાર ધારા છે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા છે. સ્પષ્ટ જાતિ અને અડીખમ સંકલ્પો છે. શ્રેષ્ઠતમ નાગિર કોની બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મૂલ્યનિષ્ઠ રાજનેતાઓની મોટી શ્રુંખલા છે તો કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યર્ક્તાઓની લાંબી હરોળ છે. લોક્તંત્ર પ્રત્યે નિષ્ઠા અને સકારાત્મક પંથ નિર પેક્ષાતા એ ભાજપાની પંચનિષ્ઠાઓની મહત્વની નિષ્ઠાઓ છે.લોકોની સમસ્યાઓને વાચા આપવામાં ભાજપે કદી ઉદાસીનતા દાખવી નથી. પ્રજાના કાર્યોમાં ભાજપે સતત તત્પરતા બતાવી છે, કેમકે, લોકો માટે ચાલતી લોકોની પાર્ટી છે, તેનો અહેસાસ ભાર તમાં વસતા કોઈપણ નાગિરકને થાય તેવા તેના સતત પ્રયત્નો છે શહેર  ભાજપ આયોજિત આ ઉજવણી કાર્યક્રમમાં સ્થાનિક કાર્યર્ક્તાઓએ ભાજપ અગ્રણીઓ કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદવાજ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ગોવિંદભાઈ પટેલ, અર વિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદીપ ડવ બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ઉદયભાઈ કાનગડ, સ્વ. ચીમનભાઈ શુકલનાં પત્ની મધુબેન શુકલ, દર્શિતાબેન શાહ, પુષ્કર ભાઈ પટેલ, વિનુભાઈ ઘવા  સહિતનાં અગ્રણીઓનાં ઘરે ભાજપનો ભગવો લહેરાયો હતો.

 

દેશમાં જ નહી દુનિયામાં પણ એકમાત્ર ભાજપ  કાર્યર્ક્તાઓનો પક્ષા ગણાય છે. ભાજપાની  મૂડી એમના કાર્યર્ક્તાઓ છે. સક્ષામ, ત્યાગી, મૂલ્યનિષ્ઠા અને ર્ક્તવ્યનિષ્ઠ કાર્યર્ક્તાઓ ભાજપની ઓળખ છે. કાર્યર્ક્તાઓની તાકાત અને તપસ્યાના કાર ણે ભાજપ આજે સફળતાના શિખરે બિરાજમાન છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિજય બાદ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભાર તીય જનતા પાર્ટીના લક્ષાવધિ સંનિષ્ઠ કાર્યર્ક્તાઓના પુરૂષાર્થ, સમર્પણ, તપ, ત્યાગ અને સંકલ્પનું જઆ યશસ્વી પિર ણામ છે.

ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાઓ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોક્તંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ, મૂલ્ય આધારીત રાજનિતી રહેલી છે, 1980માં સ્થાપેલી ભાર તીય જનતા પાર્ટીએ તેના જન્મ થી જ અંત્યોદય અને રાષ્ટ્રપ્રેમ આધારીત સામાજીક- આર્થિક આદર્શો અને હિન્દુત્વ પર  આધારીત વિચાર ધારા અપનાવી છે.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જેવી હિન્દુત્વ પર  આધારીત વિચાર ધારાવાળી સંસ્થાઓને તેના મૂળિયા સિંચ્યા છે.

1984માં લોક્સભામાં માત્ર 2 જ સીટ મેળવનારી ભાર તીય જનતા પાર્ટીએ 1998માં સરકાર  રચી દીધી, લોકસ્વીકૃતીનો આનાથી મોટો પુરાવો બીજો ક્યો હોઈ શકે? ભાજપ માટે એટલે જ એમ કહેવાય છે કે, લોકો માટે, લોકો ધ્વારા ચાલતી અને લોકોની પાર્ટી છે.

ભાજપના દરેક નેતા તેના કાર્યકર  છે અને કાર્યકર પણ અહીં નેતા છે. . ત્યારે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના રક્તથી સિંચાયેલ જનસંઘનું બીજ આજે ભાજપાના સ્વરૂપમાં વટવૃક્ષા બની સમગ્ર દેશમાં ફેલાયેલુ છે. ત્યારે ભાજપ ધ્વારા  2015 માં કર વામાં આવેલ સદસ્યતા વૃધ્ધ અભિયાન ને અભૂતપૂર્વ સફળતા મળી તથા સદસ્યોની સંખ્યાની દ્રષ્ટિએ ભાર તીય જનતા પાર્ટી વિશ્ર્વની સૌથી મોટી પાર્ટી બની સમગ્ર રાષ્ટ્રમાં 11 કરોડ કર તા વધારે તથા ગુજરાતમાં 1.1પ કરોડ કર તા પણ વધારે સદસ્યો નોંધી ભાજપાની યશકલગીમાં એક મોર પીંછ ઉમેરાયુ છે.

છેલ્લા સાત વર્ષોથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને સમર્થ નેતૃત્વ પુરૂ પાડી રહયા છે. તેમના નેતૃત્વમાં ભાર તે સમગ્ર વિશ્ર્વમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

હાલ સમગ્ર દેશ કોરોના સામે ઝઝુમી રહયો હોય, છેલ્લા એક વર્ષથી ચાલતી કોરોના મહામારીમાં પણ ભાર તીય જનતા પાર્ટીના કાર્યર્ક્તાઓએ જીવના જોખમે પણ સમાજ સેવા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ હાલ લોકોને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેકિસન આપવાની કામગીરી ચાલુ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પ381 સરકારી સંસ્થાઓ  અને પ31 ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહયું છે ત્યારે વ્યાપક પ્રમાણમાં ચાલી રહેલ જનજાગૃતિ અભિયાનમાં ભાજપનો કાર્યર્ક્તા ઘેર-ઘેર  જઈને રસીકરણ વિશે જાગૃતતા ફેલાવી સેવા એ જ સંગઠનના મંત્રને સાકાર કરી રહયો છે.

અંતમાં કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડે ભારતીય જનતા પાર્ટીના 4ર માં સ્થાપના દિવસે સૌ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.

વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ વડાએ પાઠવી શુભેચ્છા

ભાર તીય જનતા પાર્ટીનાં 4ર  માં સ્થાપના દિન અંતર્ગત શહેર ભર માં ભાર તીય જનતા પાર્ટીનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજયનાં  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નિવાસ્થાને અંજલીબેન રૂપાણી ઉપસ્થિતિમાં અને શહેર  ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીનાં નિવાસ્થાને વોર્ડનાં કાર્યર્ક્તાઓ દવારા ભાજપનો ભગવો લહેરાવી ઉજવણી કર વામાં આવી હતી આ તકે નિતીન ભાર દવાજ, અંજલીબેન રૂપાણી, કમલેશ મીરાણી, બીનાબેન આચાર્ય વિક્રમ પુજારા, પુષ્કર  પટેલ, દિનેશ કારીયા, રજની ગોલ, પ્રદીપ નિર્મળ, પરેશ તન્ના, નિરૂભા વાધેલા, ચેતન સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, પરેશ હુંબલ, અશ્ર્વિન ભોરણીયા, હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટૃ, જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, બીનાબેન મીરાણી, વિજય મક્વાણા, મેહુલભાઈ સભાડ સહિતનાં સાથે ઉપસ્થિત રહયા હતા.

મુખ્યમંત્રી શહેર ભાજપ પ્રમુખના નિવાસ સ્થાને ભાજપનો ભગવો લહેરાવી ઉજવણી

ભાર તીય જનતા પાર્ટીનાં 4ર  માં સ્થાપના દિન અંતર્ગત પ્રદેશ ભાજપ દવારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે વિશ્ર્વનાં લોકપ્રિય નેતા દેશનાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષા જે.પી નડૃાજી દવારા વિડીયો કોન્ફર ન્સનાં માધ્યમથી કાર્યર્ક્તાઓને સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી. આ તકે શહેર  ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મીરાણી, નિતીન ભાર દવાજ, રામભાઈ મોકરીયા, જીતુ કોઠારી , કિશોર  રાઠોડ, ગોવિંદભાઈ પટેલ,  અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદીપ ડવ,  બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ઉદયભાઈ કાનગડ, રાજુભાઈ બોરીચા, દર્શિતાબેન શાહ, પુષ્કર  પટેલ, વિનુભાઈ ઘવા સહિતનાં તમામ શ્રેણીનાં કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહયા હતા.