- પાટણથી મુંબઈ ખાતે લઈ જવતા નકલી ઘી નો કારોબાર ઝડપાયો
- DYSP મિલપ પટેલના સ્ક્વોડ દ્વારા કરાઈ કાર્યવાહી
મહેસાણા: ટ્રાવેલ લક્ઝરી બસમાં પાટણથી મુંબઈ ખાતે જતો નકલી ઘીનો જથ્થો પક્ડાયો છે. મહેસાણા ડીવાયએસપી મિલપ પટેલના સ્ક્વોડ દ્વારા કરાઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સ્લીપિંગ ફેસિલિટીવાળી બસમાં સીટ નીચે નકલી છુપાવીને લઈ જવાતું હતું.
મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલની ટીમે સોમવારે મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી હતી. પાટણથી મુંબઈ જતી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી અખાદ્ય ઘીનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ડીવાયએસપીની ટીમે ઊંઝા હાઈવે પર આવેલા ફતેપુરા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની લક્ઝરી બસને રોકીને તપાસ કરતાં સ્લીપિંગ કોચની 10 નંબરની સીટ નીચેથી જે એન ઘીવાલા બ્રાન્ડના ઘીના 50 ડબ્બા મળી આવ્યા હતા. આ સમગ્ર જથ્થાની કિંમત અંદાજે રૂપિયા 60 હજાર થવા જાય છે.
પોલીસે શંકાસ્પદ અખાદ્ય ઘીનો જથ્થો કબજે કરી લીધો હતો અને મુસાફરોને લઈને જતી લક્ઝરી બસને આગળ જવા દીધી હતી. મહેસાણા તાલુકા પોલીસે જપ્ત કરેલા ઘીના જથ્થાની વધુ તપાસ માટે ફૂડ વિભાગને જાણ કરી છે અને સેમ્પલ તપાસ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.