- વહીવટીતંત્ર દ્વારા ત્રણ હકારાત્મક નિર્ણયો લેવાયા
- લોકોના કામ બગાડતા કોન્ટ્રાકટર અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કલેકટર દ્વારા સૂચના અપાઈ
- વહીવટી તંત્રના અભિગમથી લોકોને ફાયદો થાય તેવી આશા વ્યક્ત કરાઈ
મોરબી: છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના વિવિધ ગામોની આકસ્મિક મુલાકાત લેવા અને ગામમાં કચેરીઓ,દવાખાના સ્કૂલ,રાશનની દુકાન સહિતના સ્થળોએ ચેકીંગ કરવા તેમજ જરૂરી જણાય ત્યાં કાર્યવાહી અને સૂચનાઓ આપવા અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ દરમિયાન લોકોના પ્રશ્નો અંગે લોકોને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા ત્રણ હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના તમામ ગામોના અધીકારીઓની આકસ્મિક મુલાકાત,અરજદારોના ફોન ઉપાડવાનો સમયમાં ફેરફાર અને લોકોના કામ બગાડતા કોન્ટ્રાકટર અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. તેમજ વહીવટી તંત્રના અભિગમથી લોકોને ફાયદો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોરબીમાં લોકોના પ્રશ્નો લોકોને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા ત્રણ હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં જિલ્લાના તમામ ગામોમાં અધકરીઓની આકસ્મિક મુલાકાત,અરજદારોના ફોન ઉપાડવાનો સમય માં ફેરફાર અને લોકોના કામ બગાડતા કોન્ટ્રાકટર અને એજન્સીને બ્લેક લિસ્ટ કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના વિવિધ ગામો ની આકસ્મિક મુલાકાત લેવા અને ગામમાં કચેરીઓ,દવાખાના સ્કૂલ,રાશન ની દુકાન સહિતના સ્થળોએ ચેકીંગ કરવા તેમજ જરૂરી જણાય ત્યાં કાર્યવાહી અને સૂચનાઓ આપવા વિવિધ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે જે કામગીરી હાલમાં કાર્યરત છે અને સફળતા મળી છે ત્યારે સંકલન બેઠક દરમિયાન કલેકટર કે.બી.ઝવેરી દ્વારા તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭.૩૦ વાગ્યા સુધી અરજદારોના ફોન ઉપાડવા અને યોગ્ય જવાબ આપવા સાથે જ જનતાના કામો બગાડતા કોન્ટ્રાકટર અથવા એજન્સી ક્યાંય ધ્યાનમાં આવે તો તાત્કાલિક તેને બ્લેકલિસ્ટ કરવા કડક સૂચના આપવામાં આવી છે વહીવટી તંત્રના આ અભિગમથી લોકોને ફાયદો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલ: ઋષિ મહેતા