રાજકોટ જિલ્લાની તાલુકા પંચાયતની ૨૦૪ પર ભાજપ માનવશે વિજયોત્સવ

bhajap | government | rajkot
bhajap | government | rajkot

૨૩મીએ શહીદ દિન નિમિત્તે શહીદ કુચ અને ૨૮મીએ સાળંગપુર ખાતે વિસ્તારોની ટ્રેનીંગ બેઠક

તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતી સો જે જનાદેશ મળેલ છે.તેનો વિજયોત્સવ અને જનતા પ્રત્યે આભાર વ્યક્ત કરવા જીલ્લા-તાલુકામાં કાર્યક્રમો યોજાય તે માટેના આયોજનની બેઠક રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયાના અધ્યક્ષ સને તેમજ મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની ઉપસ્થિતિમા જીલ્લા-તાલુકાના પ્રમુખ મહામંત્રી તા જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રી સહીત કાર્યકર્તાઓની બેઠક જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી.

આ તકે ઉપસ્તિ હોદેદારોએ ભારતમાતાની મૂર્તિ સમક્ષ દીપ-પ્રાગટ્ય કર્યું હતું.ત્યાર બાદ મહામંત્રી ભાનુભાઈ મેતાએ ઉપસ્તિ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરી આગામી કાર્યક્રમોની રૂપરેખાઓ આપતા જણાવ્યું હતું કે આજે શનિવારે ભારતભરમાં એક જ દિવસે તમામ જગ્યાએ વિજયોત્સવ અને જનતા પ્રત્યે આભાર વ્યકત કરવાના કાર્યક્રમના ભાગરૂપે રાજકોટ જીલ્લાની તમામ તાલુકા પંચાયતની ૨૦૪ સીટ ઉપર વિજયોત્સવનો કાર્યક્રમ યોજવા અંગેની રૂપરેખા ઘડી હતી.ઉપરાંત તા.૨૮મીએ સાળંગપુર ખાતે વિસ્તારકોની ટ્રેનીગ બેઠક રાખવાના આવેલ છે અને તા.૨૩ મીના રોજ શહીદ દિવસના દિવસે શહીદકુચ તેમજ તા.૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સપના દિવસે પણ તમામ તાલુકામાં કાર્યક્રમો યોજાવા સહીત આગામી ચૂંટણીલક્ષી અનેક કાર્યક્રમોની વિગતો આપી હતી.તેમજ ભારતીય જનતા પાર્ટીના કલ્યાણકારી યોજના અને સંગઠનાત્મક કાર્યક્રમના ભાગરૂપે હરેશભાઈ હેરભા,નાાભાઈ સોલંકી, મીનાબેન લુણાગરીયા, શીલાબેન ડોડીયા ૬ માસ માટે વિસ્તારક તરીકે જવા માટેનું વિદાયમાન કરી તેઓનું ખેસ  પહેરાવીને સન્માન કર્યું હતું.

આ તકે બેઠકના અધ્યક્ષ સને જીલ્લા ભાજપના અધ્યક્ષ ડી.કે.સખીયાએ કુશળ નેતૃત્વને અભિનંદન આપતા જણાવ્યું હતું કે,માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના શ્રેષ્ઠ સંગઠનીય કૌશલતાી ભારતીય જનતા પાર્ટીને અકલ્પનીય વિજય મળેલ છે.આ ઐતિહાસિક વિજયે આપણા પક્ષની સરકારો દ્વારા કરવામાં આવેલ સુશાસન જનકલ્યાણના કાર્યો તેમજ કાર્યવંત કરેલ ગરીબ કલ્યાણ યોજનાઓ પ્રત્યે પ્રજાએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કરેલ છે.તે વિશ્વાસને બરકરાર રાખવા આપણો પ્રત્યેક કાર્યકર પરિશ્રમની પરાકાસ્ઠા સર્જી આપણી કલ્યાણકારી યોજનાને ગામડે-ગામડે ઘરે-ઘરે પહોચાડીને લોકોને અવગત કરાવી યુપીમાં ૩૦૦,ગુજરાતમાં ૧૫૦ના સંકલ્પ સો આગામી ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતીી જીતે તે માટે કમર કસીએ.

આ તકે મહામંત્રી ભરતભાઈ બોઘરાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના કુશળ નેતૃત્વ તેમજ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનુ સંગઠનીય કૌશલ્યનુ ઉમદા કાર્યએ ભારતની રાજનીતિમાં ઈતિહાસ સર્જ્યો છે.તેના વધામણા અને અભિનંદન આપતો ઠરાવ મુકતા જણાવ્યું હતું કે,સંસદમાં આપણી બે સીટ હતી ત્યારે કોંગ્રેસ હસતો હતો ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું કે સંસદમાં અને ભારતના તમામ રાજ્યોમાં ભાજપ મોટા શાસક પક્ષ તરીકે હશે.તેના આ ભવિષ્યને અને તેના સ્વપ્નનુ ભારત બનાવવાના સંકલ્પને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂરું કરી રહ્યા છે. અભિનંદન ઠરાવને જીલ્લા ઉપપ્રમુખ પરસોત્તમભાઈ સાવલિયાએ ટેકો આપ્યો હતો . આ બેઠકમાં આભારવિધિ જીલ્લા ઉપપ્રમુખ નીતિનભાઈ ઢાંકેચાએ કરી હતી.