પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ૩૨૬ પોસ્ટ ઓફિસમાં ડાક ચૌપાલનો શુભારંભ
વલસાડ: 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અનુસંધાને ટપાલ વિભાગની દરેક યોજનાના લાભથી કોઈ પણ નાગરિક વંચિત ના રહે તે માટે તારીખ 19 જાન્યુ. 2025થી વલસાડ પોસ્ટલ વિભાગની 326 પોસ્ટ ઓફિસમાં ડાક ચૌપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે ચૌપાલ પ્રજાસત્તાક પર્વના આગલા દિવસે તા. 25 જાન્યુ. સુધી ચાલશે. વલસાડ ટપાલ વિભાગ તા. 26 જાન્યુઆરીના રોજ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ડિવિઝનની દરેક પોસ્ટ ઓફિસમાં કરવા જઈ રહ્યું છે. વલસાડ પોસ્ટલ વિભાગમાં 326 માંથી 47 પોસ્ટ ઓફિસ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી છે.
આ ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને જાગૃત કરવાનો છે કે જેથી ટપાલ વિભાગની વિવિધ યોજનાના લાભથી કોઈ પણ નાગરિક વંચિત ના રહે અને ટપાલ વિભાગની વિવિધ યોજનાનો લાભ દરેક નાગરિકને મળી રહે. આ માટે સેવિંગ બેંક (SB), રીકરીંગ ડીપોઝીટ (RD), ટાઇમ ડીપોઝીટ (TD), માસિક આવક યોજના (MIS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) નેશનલ સેવિંગ સર્ટીફીકેટ (NSC), કિસાન વિકાસ પત્ર (KVP) ની વિવિધ યોજનાનો લાભ ગ્રાહક લઇ શકે છે. સીનીયર સીટીઝન માટે સીનીયર સીટીઝન સેવિંગ યોજના (SCSS) યોજના ઉપલબ્ધ છે. સુકન્યા સમૃધ્ધિ યોજના (SSA) નો લાભ ૧૦ વર્ષથી નીચેની દરેક બાળકીઓ લાભ લઇ શકે છે. જેનો ઉદેશ્ય દરેક ગામમાં બાળકીના SSA ખાતા ખોલીને ગામને સંપૂર્ણ ગામ કરવાનું છે. મહિલાઓ માટે મહિલા સમ્માન સેવિંગ સર્ટીફીકેટ (MSSC) યોજના ઉપલબ્ધ છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ દ્વારા પ્રિમીયમ ખાતું, જનરલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલોસી (GI Policy), મર્ચન્ટ ઓનબોર્ડિંગ, બાળ નોંધણી લાઇટ ક્લાયંટ (CELC) જેવી વિવિધ યોજનાનો લાભ લઇ શકે છે.
શેહરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં રેહતા ગ્રાહકો પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) / ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (RPLI) નો લાભ લઇ શકે છે. રજીસ્ટર બુકિંગ, પાર્સલ બુકિંગ, સ્પીડ પોસ્ટ બુકિંગ જેવી સુવિધાઓ હેડ પોસ્ટ ઓફીસ, સબ પોસ્ટ ઓફીસ અને બ્રાંચ પોસ્ટ ઓફીસ ખાતે ઉપલબ્ધ છે જેથી તેનો લાભ દરેક ગ્રાહકને મળી રહે. આ ઉપરાંત પણ ઘણી બધી સેવાઓ ટપાલ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. આ માટે તમામ ગ્રાહકને વિવિધ યોજનાનો લાભ મળી રહે તે માટે પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક સ્કીમના મહત્તમ ખાતા ખોલવાની સુવિધા, IPPB ની વિવિધ સ્કીમની સુવિધા, પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ/ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સની પોલિસી આપવાની સુવિધા તેમજ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ની અન્ય વિવિધ યોજનાનો લાભ આપવા માટે તારીખ 25-01-2025 દરમિયાન દરેક બ્રાન્ચ પોસ્ટ ઓફિસો (BOs), સબ પોસ્ટ ઓફિસો (SOs) અને હેડ પોસ્ટ ઓફિસ (HO) ખાતે ડાક ચૌપલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાક ચૌપલ સપ્તાહ દરમિયાન કરેલી કામીગીરીને દરેક પોસ્ટ ઓફિસોમાં તા. 26મી જાન્યુ. 2025 પ્રજાસત્તાક દિને હાજર પ્રતિનિધિ/મહાનુભાવો તેમજ સ્થાનિક જનતા સાથે ઉજવણી કરવામાં આવશે. જેમાં સૌને ભાગ લેવા સિનિ.સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા જણાવાયુ છે.