- જગજીતસિંહ વાઢેર, અંજલિ બારોટ, ચેતન ધનાણી, બિમલ ત્રિવેદી, નક્ષરાજ, અલીશા પ્રજાપતિ, કિશન ગઢવી, અને મયુર સોનેજી પ્રતિભાવશાળી કલાકારોએ જોવા મળશે
- વિક્ટર 303ની વાર્તા, એક અનાથની પોતાની સાચી ઓળખ સુધી પહોંચવાની વાર્તા છે
- કચ્છ અને માળીયા મીયાણા ભૂમિ બતાવવામાં આવી છે
- વિક્ટર 303 3 જાન્યુ. એ સિનેમા ઘરોમાં થશે રિલીઝ
ગુજરાતી ફિલ્મો માટે ગત વર્ષખૂબ જ શાનદાર રહ્યું છે. આ સાથે નવું વર્ષ એટલે કે 2025 પણ ગુજરાતી ફિલ્મો માટે એકદમ જબરદસ્ત રહેશે એવું લાગી રહ્યું છે કારણ કે વર્ષની શરૂઆત જ એક એવી ફિલ્મથી થવાની છે. હાલમાં એક્શન ફિલ્મ ‘વિક્ટર 303’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘વિક્ટર 303‘ એક્શન, કૌટુંબિક અને સ્થિતિ સ્થાપકતાની વાત કરી આ ફિલ્મ 3 જાન્યુઆરી, 2025 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું થોડા સમય પહેલા ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં વિક્ટર 303 નો દમદાર એક્શન લૂક અને તેના પાત્રનો પરિચય કરવવામાં આવ્યો હતો.
ફિલ્મ વિક્ટર 303. રીસેટ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ દ્વારા નિર્મિત અને વિશાલ વડા વાળા દ્વારા પ્રસ્તુત રીવેન્જ-ડ્રામા એક્શન ફિલ્મ તેમજ
પ્રોડ્યુસર રેખા માંગરોલિયા, કોમલ માંગરોલિયા, હેત્વી શાહ, વિશાલ વડા વાળા અને લેખક અને દિર્ગદર્શક સ્વપ્નિલ મહેતા સાથે સંગીત કેદાર- ભાર્ગવ અને
કલાકારોએ જગજીતસિંહ વાઢેર, અંજલિ બારોટ, ચેતન ધાનાણી બિમલ ત્રિવેદી, નક્ષરાજ, અલીશા પ્રજાપતિ, કિશન ગઢવી, અને મયુર સોનેજી સહિતના ભૂમિકા ભજવી છે
ફિલ્મમાં માળિયા મિયાણાના અનાથાશ્રમમાં મોટા થયેલા વિક્ટરને પ્રેમમાં દગો મળતાં, તે પોતાની પ્રેમિકાના લગ્નમાં ખલેલ પાડીને બદલો લે છે. અજાણતાં, અને જોગાનુજોગ, આ લગ્નની રાતે આવેશમાં લીધેલાં વિક્ટરના પગલાં આગળ જતાં એક મોટી અને ઘાતકી લડાઈનું કારણ બને છે અને તે સાથે જ, વિક્ટર માળિયા-મિયાણા પર રાજ કરતા મીઠાંના ઠેકેદારોનો દુશ્મન બની જાય છે. પ્રેમિકાના દગાથી શરુ થયેલી એક સામાન્ય ઘટના હત્યા, હિંસા, પ્રેમ, અને ન્યાય માટે કરેલ સાહસ સુધી વિક્ટરને પહોંચાડે છે.
હાઈ-ઓક્ટેન એક્શન સિન્સ:જગજીતસિંહ વાઢેર
અબ તક સાથેની વાતચીતમાં જગજીતસિંહ વાઢેર એ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં ખૂબ જ હાઈ-ઓક્ટેન એક્શન સિન્સ છે જ્યારે ઈમોશન્સ પણ છે, જે દર્શકોને સિનેમા છોડ્યા પછી લાંબા સમય સુધી રોમાંચક સવારી કરાવશે. મેં મારી લાઇફમાં આવા સીન્સ પ્રથમ વાર કર્યા છે આવા સીન કરવામાં મને એકવાર હાથમાં વાગી પણ ગયું હતું
એક્ટિંગ કેરિયર માં આ પાત્ર મારા માટે એકદમ નવું હતું:અંજલિ બારોટ
અબ તક સાથેની વાતચીતમાં અંજલી એ જણાવ્યું હતું કે ફિલ્મના પાત્ર વિક્ટરની શક્તિ અને બહાદુરીને વર્ણવી છે. આ ફિલ્મમાં બહાદુરી અને સાંસ્કૃતિક ગૌરવ સાથે એક ડેપ્થ સ્ટોરી દર્શકોને જોવા મળશે વધુમાં જણાવ્યું હતું કે ત્યારે ત્યારે ક્યારેય આવી ભૂમિકા ભજવી નથી જેમ જેમ તેમનું શૂટિંગ શરૂ થયું અને મારા સીન સૂટ થતા તેની સાથે મને આત્મવિશ્વાસ અને હિંમત આવતી ગઈ
ફિલ્મમાં હત્યા, પ્રેમ, ન્યાય અને સાહસ બધું જ છે: અલીશા પ્રજાપતિ
અબતક સાથેની વાતચીતમાં અલીશા પ્રજાપતિ જણાવ્યું હતું કે પ્રેમિકાના દગાથી શરુ થયેલી એક સામાન્ય ઘટના હત્યા, હિંસા, પ્રેમ, અને ન્યાય માટે કરેલ સાહસ સુધી વિક્ટરને પહોંચાડે છે. મારી માટે આ ફિલ્મમાં બધું જ નવું હતું આ ફિલ્મમાં અમે કચ્છની ભૂમિ પર કચ્છના લોકો દ્વારા ખૂબ જ આવકાર મળ્યો હતો તેમ જ શૂટિંગ બાદ અમે લોકો કચ્છની દાબેલીનો ખાસ સ્વાદ માણિયો હતો
વિક્ટર 303ની સ્ટોરી એક દટાયેલા ભૂતકાળ અને ભવ્ય વારસાની છે : ચેતન ધાનાણી
અબ તક સાથેની વાતચીતમાં ચેતન ધાનાણી એ જણાવ્યું હતું કે વિક્ટર 303માં એક અનાથની પોતાની સાચી ઓળખ સુધી પહોંચવાની સ્ટોરી દર્શાવવામાં આવી છે. વિક્ટર 303ની સ્ટોરી એક દટાયેલા ભૂતકાળ અને ભવ્ય વારસાની છે. આ વાર્તા, ફરજ અને જવાબદારીની વાર્તા છે.