- ગૌચર જમીન પર કબ્જાને લઇ સ્થાનીકોમાં રોષ
- ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
સાબરકાંઠા વન વિભાગે બામણા ગામે 75 એકર ગૌચર જમીન પર વન વિભાગ દ્વારા કબજો કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રેકર્ડ ઉપર હાલ બામણા ગ્રામ પંચાયતનું નામ બોલતું હોવા છતાં વન વિભાગે વૃક્ષારોપણ કરવાનું શરુ કરી દીધું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમજ જો કોઈ ત્યાં પશુ ચરાવવા જાય તો પશુઓને પાંઝરે પુરી દેવાની ધમકી અપાતી હોવાના આક્ષેપ હાલમાં ગ્રામજનો કરી રહ્યા છે. તેમજ જમીન મામલે ગામ લોકો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સાબરકાંઠા સહિત ગુજરાત અને દેશભરમાં કવિવર તરીકે પ્રખ્યાત બનેલા ઉમાશંકર જોશી ના જન્મ સ્થાન બામણા ગામ હાલ માં વિવાદ માં સપડાયું છે.સાબરકાંઠા વન વિભાગે બામણા ગામે 75 એકર ગૌચર પર કબજો કરતા સ્થાનિકો માટે પ્રાણ પ્રશ્ન સર્જાયો છે જોકે જમીન મામલે ગામ લોકો આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી જોઈએ
આ છે ભારતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશીનું ગામ બામણા…..હિંમતનગર તાલુકામાં આવેલું આ બામણા ગામ પશુપાલન ઉપર નિર્ભર છે…..એક બાજુ સમુદ્રની જેમ ફેલાયેલો હાથમતી ડેમના કારણે ગામની મોટા ભાગની જમીન ડૂબમાં ગઈ છે….અબોલ પશુઓ માટે એક માત્ર આધાર હતો ગામનું ગૌચર પરંતુ આ ગૌચર ઉપર વન વિભાગની નજર બગડી.. અને 75 એકરનું ગૌચર વન વિભાગે પચાવી પાડ્યું છે… જેને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. બામણા ગામની એક તરફ ડુંગર છે તો બીજી તરફ જળાશય યોજના નું પાણી જેના પગલે ગામના 500 થી વધારે પશુપાલકો માટે 75 એકરનું ગૌચર જ જીવન માટેનું પર્યાય બની રહ્યું છે જોકે અચાનક જ વન વિભાગ દ્વારા ગૌચરની ચારે તરફ વૃક્ષારોપણ કરવાનું શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોજ આપ્યો છે તેમજ આગામી સમયમાં વન વિભાગ સામે મોરચો મંડાય તો નવાઈ નહીં.હાલમાં ગામના પશુપાલકો દ્વારા પશુ ઓ સહિત બાળકો અને ગ્રામજનો સાથે હિંમતનગર કલેકટર કચેરીએ જવા ચીમકી ઉચ્ચારી છે.
સર્વે નંબર 592માં આવેલું આ 75 એકરનું ગૌચર વર્ષોથી બામણા ગ્રામ પંચાયત હસ્તકનું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.રેકર્ડ ઉપર પણ હાલ બામણા ગ્રામ પંચાયતનું નામ બોલતું હોવા છતાં વન વિભાગે ગેરકાયદેસર કબજો કરી ખાડા તેમજ બોર બનાવી દેવામાં આવ્યા છે.જો કોઈ ત્યાં પશુ ચરાવવા જાય તો પશુઓને પાંઝરે પુરી દેવાની ધમકી અપાતી હોવાના આક્ષેપ હાલમાં ગ્રામજનો કરી રહ્યા છે.
1200 હેક્ટર થી વધુ ખેતીની જમીન હાથમતી જળાશયના પગલે ડુબમાં ગઈ છે.ગામના 200 જેટલા પરિવારોનું એક માત્ર આજીવિકા પશુપાલન થકી હતી…ગ્રામજનો ગૌચરમાં પશુઓ ચરાવી પેટિયું રળતા પરંતુ હવે એ ગૌચર પણ તેમના નસીબમાંથી નિકળી ગયું છે.આ બાબતે ગ્રામજનો છેલ્લા 2 મહિનાથી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને અનેક રજુઆતો કરી છતાં ન્યાય મળ્યો નથી.ગૌચર પચાવી પાડવાના મુદ્દે વન વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો તો તમને સમગ્ર બાબતે મૌન સેવી લીધુ જે ગામના સાહિત્યકારના પાઠ ભણી અધિકારીના હોદ્દા સુધી પહોંચેલા આ અધિકારીઓ હવે આ ગામને ક્યારે ન્યાય આપાવે છે…તે જોવું રહ્યું…
અહેવાલ: સંજય દીક્ષિત