- સચિન વિસ્તારમાં એક પરણીતાનું 12 દિવસની બીમારી બાદ રહસ્યમય મો*ત નીપજ્યું
- મુસ્કાન બેભાન થઈને પડી જતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડાઈ
- સિવિલ હોસ્પિટલમાં મુસ્કાનને લાવતા જ ફરજ પરના તબીબે મૃ*ત જાહેર કરી
- મુસ્કાનના મૃ*તદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો
- PM રિપોર્ટ બાદ જ મુસ્કાનના મો*તનું કારણ જાણવા મળશે
સુરતના સચિન વિસ્તારમાં એક પરણીતાનું 12 દિવસની બીમારી બાદ રહસ્યમય મો*તનીપજ્યું હતું. બીમાર રહેતી પત્નીને લઈને પતિ આજે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી વતન જવાનો હતો. જોકે તે પહેલા તે એટીએમ પર રૂપિયા કાઢવા ઊભા રહેલા પતિની નજર સામે પત્ની બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ મોતને ભેટી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાના સાત મહિના પહેલા લગ્ન થયા હતા અને હાલ તેને એક માસનો ગર્ભ પણ હતો.
મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના અને સચિન વિસ્તારમાં આવેલી બરફ ફેક્ટરી પાસે સોનું કુશવાહ પત્ની સાથે રહેતો હતો. પાંચ મહિના પહેલા જ રોજગારી માટે સોનુ પત્ની સાથે સુરત આવ્યો હતો. બરફની ફેક્ટરીમાં કામ કરીને સોનુ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. સોનુના મુસ્કાન કુમારી સાથે સાત મહિના પહેલા લગ્ન થયા હતા. લગ્નના બે મહિના બાદ સુરત આવ્યા હતા.
મુસ્કાનને એક મહિનાનો ગર્ભ હતો. દરમિયાન છેલ્લા ૧૨ દિવસથી મુસ્કાનને ચક્કર ઉલટી અને તાવ સહિતની બીમારી થઈ ગઈ હતી. નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે તેની તબિયતમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો. બે દિવસ પહેલા ફરી તે હોસ્પિટલ પહોંચ્યો હતો. જો કે ત્યાં 5000 રૂપિયા નો ખર્ચ થાય એમ હોવાથી તેની પાસે રૂપિયા ન હોવાથી તે સિવિલ હોસ્પિટલ આવ્યો હતો. જ્યાં મુસ્કાનને દવાઓ આપવામાં આવી હતી.
સિવિલમાં મુસ્કાનની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ સોનું મુસ્કાનને લઈને ઘરે જતો રહ્યો હતો. આજે સવારે સોનુ અને મુસ્કાન સામાન લઈને વતન જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ઉધના રેલવે સ્ટેશન નજીક એટીએમ માંથી રૂપિયા કાઢવા માટે સોનુ અંદર ગયો હતો અને મુસ્કાન બહાર ઊભી હતી. જોકે સોનુ રૂપિયા કાઢીને બહાર આવે એટલી વારમાં જ મુસ્કાન બેભાન થઈને ત્યાં જ ઢળી ભરી હતી. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં મુસ્કાનને લાવતા જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પત્નીના મોતના પગલે પતિ આઘાતમાં સરી પડ્યો હતો.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય