- પાલ આરટીઓ ખાતે આઈ ચેકઅપ તથા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
- લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરી નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ
- ડો પ્રફુલ શિરોયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું કરાયું આયોજન
સુરતના પાલ આરટીઓ ખાતે નેશનલ રોડ સેફટી મંથ ઉજવણીના ભાગરૂપે લોકો માટે આઈચેક અપ કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અધિકારીઓ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરી નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, અડાજણના રોનક ભટ્ટ તથા તેઓની ટીમ દ્વારા આંખોની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિઝન થેરાપી આપી સમજૂતી અપાઈ હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના પાલ આરટીઓ ખાતે નેશનલ રોડ સેફટી મંથ ઉજવણીના ભાગરૂપે લોકો માટે આઈચેક અપ કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અધિકારીઓ દ્વારા લોકોને ટ્રાફિક નીયમો અંગે જાગૃત કરી નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. રોડ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવે તેવા શુભ આશયથી સુરતના પાલ આર.ટી.ઓ કચેરી ખાતે આવતા વાહન ચાલકોને, ડ્રાઇવરોને તથા આરટીઓ કચેરીનાં કર્મચારીઓ માટે આઈ તથા હેલ્થ ચેક તેમજ બ્લડ ડોનેશન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું.
જયારે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર , અડાજણના રોનક ભટ્ટ તથા તેઓની ટીમ દ્વારા આંખોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં દૂરના નંબરો , પાસેના નંબર, ચશ્માનાં નંબર ઉતારવાની વિધિ, મોતિયાબિંન્દ, આંખ ના પડદાનાં રોગ, આંખોની સોજો, ઝામરની સારવાર, જેઓને ચશ્મા ની જરૂરત લાગે તેઓને ચશ્મા આપવામાં આવ્યા તેમજ વિઝન થેરાપી આપી સમજૂતી આપવામાં આવી હતી આ ઉપરાંત રેડ ક્રોસ સોસાયટી ડો પ્રફુલ શિરોયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં કરવામાં આવેલ જેમાં ૩૫ બોટલ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોડ સેફ્ટી ટ્રેઈનર અને કો.ઓર્ડીનેટર બ્રિજેશ વર્મા દ્વારા કરવામાં આવેલ હતું.
આરટીઓ ઇન્સ્પેકટર એસઆર બોદારએ જણાવ્યું હતું કે રોડ નેશનલ રોડ સેફટી મંથ ઉજવણીના ભાગરૂપે આઈચેક અપ કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી 150 લોકોએ લાભ લીધો છે તેમજ શહેરીજનોને અપીલ છે કે ટ્રાફિકના જે નિયમો છે તેનું પાલન કરીએ
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય