- ધોરણ 8ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
- ફ્રી નહી ભરવાથી વિદ્યાર્થીનીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હોવાના આક્ષેપો
સુરતમાં ગોડાદરા વિસ્તારમાં રહેતી અને ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ, ફ્રી નહી ભરવાને લઇને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હોવાના પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ વિધાર્થી સાથે શાળા સંચાલકોએ અનેક વખત આવો વ્યવહાર કરી દબાણ કરતા હોવાના પરિવારના આક્ષેપો છે. તેથી વિધાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. વિધાર્થીની આપઘાત પગલે પરિવાર શોકમાં ફેરવાઈ ગયું છે. સમગ્ર ધટના અંગે ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થિની દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી. ફી નહી ભરવાને લઇને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી.
ધોરણ 8 અભ્યાસ કરતી વિધાર્થીની સાથે અનેક વખત ખરાબ વહેવાર બાદ દબાણ કરતા હતા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે કે, શાળાના કારણે તેમણે પોતાની વ્હાલી દીકરીને ગુમાવવી પડી છે.
મૃતક દીકરીના પિતા રાજુલાલ ખટીકે કહ્યું કે, મારી દીકરીને પરીક્ષા આપવા પણ દીધી નહોતી. ઘરે રડતાં રડતાં આવી હતી. બાદમાં અમે શિક્ષકને ફોન કર્યો હતો. એક મહિનામાં ફી ભરી દેવા કહ્યું હતું. મારી દીકરી શાળાએ જવા પણ ઈચ્છતી નહોતી. અમે કામ પર ગયા હતાં. એ દરમિયાન સાંજે આપઘાત કરી લીધો હતો. અમારી એક જ માગ છે કે આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ.