- વરાછામાંથી ટુવિલરની ચોરી કરનાર ફરાર આરોપી 21 વર્ષે રાજસ્થાનમાંથી ઝડપાયો
- રાજસ્થાનના મંદિરમાં સાધુ તરીકેનું જીવન વિતાવતા આરોપીની ધરપકડ
- 2003માં મિત્રો સાથે મળીને કરી હતી બાઈકની ચોરી
- અગાઉ બે આરોપીઓની કરાઈ હતી ધરપકડ
- એક આરોપી હજુ સુધી ફરાર
સુરતના વરાછા વિસ્તારમાંથી એક ટુવિલરની ચોરી કરી ફરાર થઇ જનાર આરોપીને પોલીસે 21 વર્ષ બાદ રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ રાજસ્થાન જિલ્લાના બાલોતરા તાલુકાના સિનેરી ગામનો રહેવાસી એવો સેલ્સીંગ રામસિંહ ગોવૈયા. જે સુરતમાં મજૂરીકામ માટે આવ્યો હતો. તેમજ 2003માં તેણે તેના ચાર મિત્રો સાથે વરાછા વિસ્તારમાંથી એક ટુવિલર ગાડીની ચોરી કરી હતી. આ ગુનામાં અગાઉ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે પોલીસને માહિતી પરથી પોતાના વતન ખાતે જઈ ગામમાં મંદિર બનાવી મંદિરમાં સાધુ તરીકેનું જીવન વિતાવતા આરોપીને ઝપડી પાડ્યો છે. આરોપીએ પૂછપરછમાં ગુના કર્યાની કબુલાત કરી છે. જોકે આ ગુનાનો વધુ એક આરોપી હજુ સુધી ફરાર છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, આરોપી ગમે તેવો ગુનો કરી ને પોલીસ પકડતી ફરાર થઈ ગયા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે ત્યારે વર્ષ 2003 માં વાહન ચોરીના ગુનામાં પોલીસ પકડતી નાસ્તાઓ ફરતો હોય એવા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનમાં જઈ સાધુ બની ગયેલા આરોપી ને 21 વર્ષ બાદ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કહેવત છે કે કાયદાના હાથ લાંબા હોય છે કોઈપણ આરોપી ગુનો કરી અને ગમે ત્યાં જઈને સંતાઈ જાય તો પણ કાયદો આરોપીને પાતાળમાંથી પણ શોધી લાવે છે આવીશ કઈ ઘટનાઓ સુરતમાં સામે આવતી હોય છે ગુનો કરીને આરોપી વર્ષોસો વર્ષ પોલીસ પકડથી દૂર રહે છે તેવા આરોપી અને પકડી પડવા માટે સુરત પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે. ક્યારે મૂડ રાજસ્થાન જિલ્લાના બાલોતરા તાલુકાના શિવાના નજીક આવેલા સિનેરી ગામનો રહેવાસી એવો સેલ્સીંગ રામસિંહ ગોવૈયા જે સુરતમાં મજૂરીકામ માટે આવીને વસો હતો 2003માં તેને તેના ચાર મિત્રો સાથે સુરતના વરાછા વિસ્તારમાંથી એક ટુવિલર ગાડીની ચોરી કરી હતી જોકે આ ગુનામાં બે આરોપીઓ જે તે સમયે પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે અન્ય બે આરોપી પોલીસ પકડથી દૂર હતા.
ત્યારે પોલીસને માહિતી મળી હતી કે આરોપી પોતાના વતન ખાતે જતા રહ્યા બાદ નજીકના એક ગામમાં મંદિર બનાવી આ મંદિરમાં સાધુ તરીકેનું જીવન જીવે છે આ વાતને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન ખાતે પહોંચી હતી અને આરોપીને ગુના કર્યા અને 21 વર્ષ બાદ ઝડપી પાડી તેને સુરત ખાતે લઈ આવી હતી આરોપીની પૂછપરછ કરતા તેને કરેલા ગુનાની કબુલાત કરી હતી અને તે પોલીસથી બચવા માટે પોતાના ગામથી થોડીક દૂર આવેલા મંદિરમાં સાધુનો વેદ ધારણ કરીને રામદેવપીર મંદિરનો પૂજારી બનીને લાંબા સમયથી રહેતો હોવાની કબુલાત કરી હતી. જોકે આ ગુનામાં હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય