- કલેકટર કચેરીના સભાખંડ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ
- શહેરની ઓળખ સમી તમામ વસ્તુઓનો લોગોમાં કરાયો સમાવેશ
- પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી, ધનરાજ કેલા, સહિતના વિવિધ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ લોગોમાં શહેરની ઓળખ સમી તમામ વસ્તુઓ જેમ કે અજરામર ટાવર, વઢવાણનો હવામહેલ, મહાવીર સ્વામીના પગલાં અને વડવાળા મંદિરનો સમાવેશ કરાયો છે. આગામી સમયમાં જિલ્લો વિકાસના ઉચ્ચતમ શિખરે પહોંચશે તેવા આશીર્વાદ વ્યક્ત કર્યા હતા. તેમજ આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી, ધનરાજ કેલા, સહિતના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ કલેકટર કચેરી સભાખંડ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના આ લોગોમાં સુરેન્દ્રનગર શહેરની ઓળખ સમી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોગોમાં અજરામર ટાવર, વઢવાણનો હવામહેલ, મહાવીર સ્વામીના પગલાં, વડવાળા મંદિરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આ લોગો બનાવવા માટે શહેરના લોકો પાસેથી ડિઝાઈન્સ પણ મંગાવવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાઓના સફળ અમલીકરણના કારણે જિલ્લાના વિકાસને નવી દિશા અને વેગ મળ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લો વિકાસના ઉચ્ચતમ શિખરે પહોંચશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી, ધનરાજ કેલા, ધનજી પટેલ, અગ્રણી દેવાંગ રાવલ, મહેન્દ્ર પટેલ, જીજ્ઞા પંડ્યા, વિરેન્દ્ર આચાર્ય, નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા, એસ.કે.કટારા, પ્રાંત અધિકારી નિકુંજ ધુળા, મિલન રાવ, હરેશ મકવાણા, કુલદીપ દેસાઈ, હર્ષદીપ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.