૧૮૧ અભયમે પાઠવ્યો બેટી બચાવો સંદેશો

દીવાળી પર્વ નિમિતે સૌને નબેટી બચાવોથનો સંદેશા મળે તે હેતુને ધ્યાનમાં લઈ વિવિધ રંગોના સહારે રંગોળી કરવામાં આવી છે. હાલ દિકરીઓનાં જન્મને લઈ સરકારે પણ અનેક યોજનાઓ ઘડી છે. અને લોકોને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. દિકરો-દિકરી એક સમાન છે. તેવો મેસેજ પણ ૧૮૧ અભયમ સેવા પુરી પાડી રહી છે. દિકરીઓ, કિશોરીઓ, યુવતીઓ માટે હાલ ૧૮૧ અભયમની કામગીરીની ચારેકોર વાહવાહ થઈ રહી છે. કોઈપણ મુશ્કેલીના સમયમાં ૧૮૧ અભયમ હેલ્પલાઈન ખડે પગે હાજર રહે છે.