Abtak Media Google News

ઇમરજન્સીમાં ઑક્સિજન માસ્કનો ઉપયોગ કરવો એ સામાન્ય વાત છે પણ શું તમે જાણો છો કે કેટલાક સંજોગોમાં તે સાવ નકામાં સાબિત થતાં હોય છે. ફ્લાઇટ અટેન્ડેન્ટ અને એરહોસ્ટેસ તમને ડેમોન્સ્ટ્રેશન વખતે માસ્કનો યૂઝ કેવી રીતે કરવો એ સમજાવે છે. પરંતુ ઇમરજન્સીમાં તમારે એવી આશા રાખવી પડશે કે તમારો પાયલોટ 15 મિનિટમાં જ પ્લેન લેન્ડ કરી લે કારણ કે આ માસ્ક 15 મિનિટથી વઘારે કામ નથી કરતા. એ પછી ઑક્સિજન મળવાનું બંધ થઈ જવાથી હાઈપર વેન્ટિલેશનની સ્થિતિ સર્જાય છે અને તમારો જીવ જોખમમાં મૂકાઈ શકે છે.

60 ટકા પાયલોટે માન્યુ હતું કે લાંબા અંતરના પ્રવાસમાં તેઓ ક્યારેક ક્યારેક ઝપકી લેતા હોય છે. જેમાં ઑટો પાયલોટ મોડ અને સેકન્ડ પાયલોટ તેમની મદદ કરે છે.

પ્લેનમાં જ હેડફોન  તમને પ્લાસ્ટિકમાં બંધ મળે છે તેમાંથી મોટાભાગના યૂઝ થયેલાં હોય છે. બીજી વખત વાપરવાથી યૂઝર્સને ઇન્ફેક્શન થઈ શકે છે.

એરલાઈન્સના કર્મચારીઓ પર થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે કોફી કન્ટેનર રોજ સવારે સરખી રીતે સાફ નથી કરવામાં આવતું.

સાવધાની તરીકે પાયલટને અલગ રાંધેલું જમવાનું આપવામાં આવે છે. એનો અર્થ એ નથી પેસેન્જરને ખરાબ ખાવાનું આપવામાં આવે છે પણ પાયલોટ માટે વધારે સતર્કતા રાખવામાં આવે છે. એટલું જ નહીં બંને પાયલોટને અલગ અલગ ખાવાનું આપવામાં આવે છે. જેથી ફૂડ પોઇઝનિંગ થાય તો બંને એકસાથે બીમાર ના પડી જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.