Abtak Media Google News

Table of Contents

શિયાળાના  ઠંડીના દિવસમાં ગોળનો,ખાંડનો  ઉપયોગ કરી જુદી જુદી પ્રકારની ચીક્કી બજારમાં દેખાવા લાગે .તલનીચીકી  ,સીંગનીચીકી  ,તલ સીંગ ટોપરાની મિક્સચીકી  ,દાળિયાનીચીકી , સુકામેવાની ચીકી ,તલના લાડુ ,મમરાના લાડુ વગેરે જેવી વાનગીઓ જોઈએ એટલે જ ખાવા મન લલચાય જાય  .આ બધી ચીક્કી ઘરે થોડો સમય આપીએ એટલે બનાવી શકાય .

આજે આપણે મમરાના લાડુ બનાવવાની રીત વિષે જાણીએ .

  •  ૨૫૦ ગ્રામ મમરા (લાડવા બનાવવાહોય તેટલા ગ્રામ મમરા)
  •  ૨૦૦  ગ્રામ ગોળ (લાડવા પ્રમાણે)
  •  એક ચમચો તેલ    (લાડવા પ્રમાણે)

મમરાના લાડુ બનાવવા સાવ સહેલા, તો  ચાલો બનાવીએ

  1.  એક પહોળા લોયા માં એક ચમચી તેલ મૂકી ગેસ પર મૂકી ગોળ  નાંખો .
  2.  ગોળ ને એકદમ હલાવતા રહો .
  3.  તાપ ધીમો  રાખવો .
  4.  ગોળ ઉકાળવા માંડે એટલે જરા ચેક કરો .
  5.  એક વાટકી માં જરા પાણી લઇ ગોળ નું ટીપું પાડો .
  6.  પાણી નાંખેલ ગોળ એકદમ ઠંડો થઇ કડક થઇ જાય  તો પાઈ તૈયાર થઈગઈ .
  7.  ગેસ બંધ કરી તેમાં મમરા નાંખી એકદમ ભેળવો .

 

Screenshot 2 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.