Abtak Media Google News

ડિસ્કાઉન્ટ, કેશબેક, બાય વન ગેટ વન ફ્રી જેવીસ્કીમો આપી લોસ મેકિંગબિઝનેસ દ્વારાવેપારીઓનો ધંધોઈ-કોમર્સ કંપનીઓભાંગી રહી છે

નાના વેપારીઓનો ધંધો ભાંગવામાં ઈ-કોમર્સ કંપનીઓનો મોટો ફાળો ર્હયો છે. મોટાભાગના લોકો આજે સમય અને પૈસા બચાવવા માટે ઓનલાઈન ખરીદીનો સહારો લે છે પરંતુ કેટલાક અંશે તેઓ ડુપ્લીકેટ માલને લઈ છેતરાઈ જતાં હોય છે. ગ્રાહકોને આકર્ષવા કંપનીઓ લોભામણા ડિસ્કાઉન્ટ, કેશબેક ઓફર, બાય વન ગેટ વન ફ્રી જેવી કેટલીક સ્કીમો આપે છે. ઘણી વખત આ પ્રકારની સ્કીમોને કારણે લોકોને ઠગવામાં આવે છે. ત્યારે આ પ્રકારની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે કમરકસી છે. ઓનલાઈન ખરીદીના બીલ, ટ્રાન્ઝેકશન, ડિસ્કાઉન્ટ અને તમામ યોજનાઓ ઉપર હવે સરકાર બાજ નજર રાખશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વાણીજય તેમજ ઉદ્યોગ મંત્રાલય ઈ-કોમર્સ સેકટરને સુરક્ષીત કરવા માટે પ્લાન બનાવી રહ્યાં છે. જીએસટી અને નોટબંધી બાદ ઈ-કોમર્સ ઉપરાંત નાના વેપારીઓના ધંધામાં પણ ફેરફારો જોવા મળ્યા હતા. ઓનલાઈન ખરીદી સમયે બીલમાં ગફલત, જીએસટી, એસજીએસટી અને ટોટલમાં કેટલીક વખત ભુલો આવતી હોય છે તો લોકોને ડિલીવર કરવામાં આવતા સામાન અંગે પણ ગેરંટી હોતી નથી. જેને કારણે નાના વેપારીઓ તેમજ કરીયાણાની દુકાન ચલાવનાર લોકોનો ધંધો પડી ભાંગ્યો છે. આ કારણોસર અર્થતંત્રમાં પણ ઈનબેલેન્સ જોવા મળી રહ્યું છે. આથી સરકારે વિદેશી રોકાણકારોને કેટલાક સેગ્મેન્ટમાં રોકાણ કરવાની મંજૂરી આપવા સહિતની તૈયારી બતાવી છે.

જેવી રીતે જીયો માર્કેટમાં આવતા ટેલીકોમ કંપનીઓને હાલત કફોડી થઈ હતી તેવી જ સ્થિતિ ઈ-કોમર્સ અને ઓનલાઈન વેચાણકારોને કારણે વેપારીઓની થઈ છે. જેને સરભર કરવા સરકાર ડોમેસ્ટીક રીટેલરોને પ્રોત્સાહન આપશે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં વૈશ્ર્વિકસ્તરે ઈ-કોમર્સ કંપનીઓને બદલે પોલીસી વર્ક અને સામાન્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે. એક વખત જયારે ફિઝીકલ દુકાનો ભૂતકાળ બનશે તો ગ્રાહકો શું પહેરે છે અને શું ખાય છે તેના ઉપર જ ઈ-કોમર્સ કંપનીઓ તેના વેપારની વૃદ્ધિનો નિર્ધાર રાખશે.

સરકારના અભ્યાસ મુજબ સામે આવ્યું કે, એમેઝોન અને અલીબાબા જેવી ઈ-કોમર્સ જાયન્ટ કંપનીઓ પ્રાથમિક ધોરણે લોસ મેકિંગ બિઝનેશ કરીને વેપારીઓનો ધંધો તોડવા માંગે છે અને લાંબા સમય માટે સ્પર્ધાત્મક વલણ અપનાવશે. એક વખત નાના વેપારીઓનો સફાયો થયા બાદ ઈ-કોમર્સ કંપનીઓ માટે મોકળુ મેદાન રહેશે માટે સરકારે એકશન પ્લાનની અમલવારી કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે એમેઝોન, ફલીપકાર્ટ, લેન્સકાર્ટ, અર્બન લેડર ઉપરાંત ફૂડ ડીલીવરી એપ્લીકેશનો અને એગ્રીગેટર પ્લેટફોર્મ ઉપર તેની અસર જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.