Abtak Media Google News

કોલેજના વિઘાર્થી-વિઘાર્થીની સહિત સ્ટાફ મિત્રોને જુદા જુદા પ્રાણાયમોનો અભ્યાસ કરાવવામાં આવ્યો

પીપલ્સ વેલ્ફેર સંચાલીત બી.આર.એસ કોલેજ  ડુમીયાણી ખાતે તા. ૧-૧ થી ૧૦-૧ સુધી ૧૦ દિવસની યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. અત્યારના દોડધામ ભરેલા જીવનમાં વિઘાર્થીઓ ખુબ જ માનસિક તણાવ અનુભવે છે. શારીરિક શકિતઓ દિવસે ને દિવસે ધટતી જાય છે. આરોગ્યનું સ્તર ધણું નીચુ જઇ રહીશું છે આવા સંજોગોમાં યોગાભ્યાસ ખુબ જ મદદરુપ થઇ શકે તેમ છે. તે ઉદ્દેશને ઘ્યાનમાં રાખીને આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.

આ શિબીરમાં રોજ સવારે કોલેજના ભાઇઓ-બહેનો તેમજ સ્ટાફ મિત્રોને કોલેજમાં ડો. એલ.કે. આદરીયા દ્વારા વિવિધ યોગાસનો તેમજ જુદા જુદા પ્રાણાયમોનો અભ્યાસ કરાવવામાં આવતો હતું.

શિબીરમાં રોજ ઓમકાર, પ્રાર્થના, ચુસ્ત વ્યાયામ, સૂર્ય નમસ્કાર, નૈકાસન, સર્વાગાસન પવનમુકતાસન, શીર્ષાસન, જેવા આસનો કપાલભાતી, અનુલોમ વિલોમ પ્રાણાયમ જેવા પ્રાણાયમ કરવામાં આવતા હતા.

આ શિબીરને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઇ મણવર, સવીતાબેન મણવર, કોલેજના પ્રિન્સીપાલ ઝાટકીયા, કોલેજના અઘ્યાપક ભરાડસાહેબ વિગેરેનો સહયોગ મળેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.