Abtak Media Google News

બાકી રહેલા બાળકોને આગામી રસીકરણ સેશનમાં બિનચુક રસી મુકાવવા અપીલ

સમગ્ર રાજયમાં ૧૬ જુલાઇી શરૂ યેલા મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત દેવભુમિ દ્વારકા જિલ્લામાં આજદિન સુધીમાં ૧.૨૮ લાખ બાળકોને આ રસી મુકાવી કોઇપણ પ્રકારની આડઅસર વિના સુરક્ષિત કરવામાં આવેલ છે. ઓરીની બિમારીને નાબુદ કરવા અને રૂબેલાને નિયંત્રણ કરવા ૧૦૦ ટકા બાળકોને આ રસી મુકાવવી જરૂરી છે.

આ રસીકરણ અભિયાન અંતર્ગત ઘણાખરા વિસ્તારોમાં રસીકરણ વિષેની ગેરસમજ તા અફવાઓને કારણે વાલીઓએ પોતાના બાળકોને એમ.આર.ની રસી અપાવી નથી. જેથી આરોગ્ય વિભાગ દ્વારા ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામે એક મોમ્યુનીટી અવેરનેશ મીટીંગનું જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ  ઓફીસર તથા સરપંચ તેમજ ધર્મગુરૂની ઉપસ્તિમાં આયોજન કરવામાં આવ્યું  હતું.

જેમાં તમામ વાલીઓએ કોઇપણ પણ અફવાી દુર રહી ૯ માસી ૧૫ વર્ષ સુધીના બાકી રહેલા બાળકોને આગામી દિવસોમાં શાળા તથા આંગણવાડી કેન્દ્રો  ખાતે આયોજિત રસીકરણ સેશનમાં  એમ.આર.ની રસી બિનચુક મુકાવવા જાહેર અપીલ કરવામાં આવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.