Abtak Media Google News

પૂર્વ સાંસદ રામજીભાઇ માવાણીએ મોરબી પાલિકાને નોટિસ ફટકારી

દેશની પ્રાચીન ધરોહર સમાન મોરબીનો ઝુલતો પુલ માનવીય પુલ અને બે દરકારીને કારણે તુટી પડયો હતો. આ અકસ્માતમાં આશરે 135 થી થી વધુ નિદોષ નાગરીકોના મૃત્યુ થયા છે અને આશરે 300 જેટલા નાગરીકો ઘાયલ થયા છે. આ અકસ્માતની સંપૂર્ણ જવાબદારી પુલની દેખરેખ રાખનાર અને મુલાકાતીઓને ટીકીટની કિંમત વસુલ લઇ સેવા આપનાર કંપની ઓરેવા ગ્રુપના શિે જાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમલમાં મુકવામાં આવેલા નવા ગ્રાહક સુરક્ષા ધારા-2019 ની જોગવાઇઓ પ્રમાણે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર દરેક નાગરીક નુકશાની વળતર તરીકે તેઓની ઉમર, આવક અને શૈક્ષણિક લાયકાતના અનુસંધાનમાં રૂપિયા એક કરોડથી પાંચ કરોડ સુધી આર્થિક વળતર મેળવવા અધિકૃત અને હકકદાર છે. ઇજા પામનાર નાગરીકોને થયેલ શારીરિક ઇજાના અનુસંધાનમાં રૂપિયા પચાસ હજારથી એક લાખ સુધી આર્થિક વળતર મેળવવા હકકદાર છે.

પુલ અકસ્માતમાં મૃત્યુ પામેલ નાગરીકોને રૂપિયા પાંચ કરોડ સુધીનું વળતર અને ઇજા પામનાર નાગરીકોને રૂપિયા એક લાખ સુધીનું વળતર અપાવવા ઓરેવા ગ્રુપ કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવા નિર્ણય કર્યો છે.

આ કાયદાકીય લડાઇ શરુ કરવા માટે કરાર અને ઝુલતા પુલની માલીકીને લગતી તમામ વિગતો આપવા માજી સાંસદે મોરબી પાલિકાના ચીફ ઓફીસરને લીગલ નોટીસ પાઠવી છે અને કોર્ટ કાર્યવાહીમાં માહીતીની જરુર હોવાનું કારણ આપી માહીતી ઝડપથી પુરી પાડવા માંગ પણ કરાઇ છે.

ઓરેવા ગ્રુપને પ્રથમ અને બીજી વખત પુલની સાર-સંભાળ રાખવાનો કોન્ટ્રાક કયારે અપાયો હતો? આવો કોન્ટ્રાક આપતા પહેલા રાજય સરકારના કોઇ વિભાગની રજા લેવામાં આવેલ છે કે નહીં? કોન્ટ્રાક પહેલા કોઇ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કે નહીં? આવા કોન્ટ્રાકની કોઇ સમય મર્યાદા નકકી કરવામાં આવ્યું છે કે કેમ? ઓરેવા ગ્રુપ સાથે તંત્ર દ્વારા કોન્ટ્રાક સંબંધે કોઇપણ પ્રકારની લેખીત એમ.ઓ.યુ. – કરાર કરવામાં આવેલ છે કે કેમ?

ઝુલતા પુલ 100 વર્ષ જુનો હોવાથી તેમની જાળવણીની અને મુલાકાતીઓની સલામતીની વ્યવસ્થા માટે પુલને સલામત રાખવા નિષ્ણાંતો દ્વારા ચેકીંગ- ફીટનેશ રિપોર્ટ અને સુધારા વધારા કરવા કરારમાં કોઇ જોગવાઇ કરવામાં આવી છે કે નહીં? પુલ સંભાળનાર ઓરેવા ગ્રુપ દ્વારા આ સબંધધે સબંધકર્તાઓને યોગ્ય માહીતી સમયસર આપવા કોઇ જોગવાઇ કરવામાં આવી છે કે નહીં?

મુલાકાતીઓની શારીરિક અને માનસીક સલામતીની કેવી વ્યવસ્થા અને જોગવાઇ કરવામાં આવેલ હતી? પુલ ઉપર એક સાથે કેટલા મુલાકાતીઓ જઇ શકે તેવી વ્યવસ્થા હતી? અકસ્માત વખતે કેટલા મુલાકાતીઓ હતા? મુલાકાતીઓને પુલની ઉ5ર જવા પહેલા સલામતી માટે કોઇ ઝેકેટ આપવામાં આવતા હતા કે કેમ?

ઝુલતો પુલ સંભાળનાર ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના એમ.ડી. જયસુખભાઇ પટેલ સિવાય કંપનીમાં કેટલા ભાગીદારો છે? અને તેઓના નામ, સરનામા, સંપર્ક સૂત્રો, મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ ગ્રાહક અદાલતમાં કાયદાકીય કાર્યવાહી કરવા જરુરી છે.?

સાંસ્કૃતિક મેળાઓમાં નાની ચકરડી અને યાંત્રિક રાઇડસ (ફજરફારકા) માટે ગુજરાત સરકારના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા ફીટનેશ સર્ટીફીકેટ અપાયા પછી જ યાંત્રીક રાઇડસને ચાલુ કરવામાં આવે છે. જયારે સદીઓ પુરાના ઝુલતા પુલની સલામતીની કોઇપણ પ્રકારની ચકાસણી નિષ્ણાંતો દ્વારા કેમ કરવામાં આવી નથી ? પુલ રીપેરીંગ કરવા સંબંધે ઓરેવા ગ્રુપ દ્વારા રજુ કરવામાં આવેલા ખર્ચાઓ ખોટી હોવાની વાત ખરી છે કે કેમ?

આમ તમામ પ્રશ્ર્નોના ઉતર માટે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે. જરુર પડયે લડત આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.