Abtak Media Google News

સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી વિસ્તારમાં તળાવ બનાવવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત તા.૫મી મેથી મુખ્યમંત્રીના હસ્તે શરૂ થશે. આ કાર્ય ૪૫ દિવસમાં પૂર્ણ કરવાની યોજના છે તથા આ તળાવ પર્યટનનું સ્થળ પણ બની રહેશે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ અબતકને જણાવ્યું હતું કે, સુજલામ-સુફલામ જળ અભિયાન સંદર્ભે રાજકોટમાં ઘણા બધા વિજિબલ ઈમ્પેકટ થાય તેવા કાર્યો થઈ રહ્યા છે. જેમાં રાંદરડા તળાવ તથા લાલપરી તળાવમાંથી ૧ લાખ ઘન કાંપ દુર કરવાનું કાર્ય થશે. જેનાથી જળસંગ્રહ થઈ શકશે. આજી નદીનો કચરો સાફ કરવામાં આવશે. તેમજ રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી વિસ્તારમાં રૈયા તળાવ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં ૩ લાખ ૬૦ હજાર ઘન મીટર કાંપ તથા પથ્થર દુર કરી તળાવ બનાવી રહ્યા છે. જે રાજકોટવાસીઓ માટે મહત્વનું કાર્ય બની રહેશે. શહેરને લેક સિટી બનાવવા માટે તળાવની સુંદરતા વધારવામાં આવશે.

Banchhanidhi Pani
Banchhanidhi Pani

આ તળાવની કામગીરી તા.૫થી મુખ્યમંત્રીના હસ્તે શરૂ કરાશે. આ તળાવ બનવાથી જળસંચય તથા એક સુંદર ફરવા લાયક સ્થળ લોકો માટે બની રહ્યું છે.તેવી આશા છે. રૈયા તળાવ જૈવિક વિવિધતાનું કેન્દ્ર બની રહેશે. શહેરના અન્ય તળાવથી મોટામાં મોટુ તળાવ બની રહ્યું છે. ૨૯૦ એમએલડી પાણી ભરવામાં આવશે. જે ૩૧મે સુધી ૩ મીટર તથા તેના પછી પણ ઉંડાઈ વધશે તેવા પ્રયત્નો કરાશે. આ તળાવ ૪૫ દિવસમાં બની જશે. આ તળાવમાંથી કાઢવામાં આવતા કાપને પાર્ક બનાવવા માટે ઉપયોગમાં લેવાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.