Abtak Media Google News

 

 રૂ. 2.26 લાખનું વળતર ન ચુકવે તો વધુ 3 માસની કેદનો હુકમ

 

 

રાજકોટમાં સમૃધ્ધિ ક્રેડીટ મંડળીમાંથી લીધેલ લોનની ચુકવણી કરવા આપેલ ચેક પરત ફરવાના કેસમાં 1 વર્ષ સાદી કેદની સજા અને 30 દિવસમાં ચેકની રકમ પરત કરવા હુકમ બનાવની હકિકત જોવામાં આવે તો, રાજકોટ શહેરમાં  સમૃધ્ધિ ક્રેડીટ કો-ઓપ. સૌ. લી. (બેકબોન શોપિંગ સેન્ટર, માયાણી ચોક)ના સભાસદ રફીક વલીભાઇ બેલીમે મંડળી પાસેથી રૂ.2,25,000/- ની લોન લેવામાં આવી હતી, ત્યારબાદ, લાંબો સમય લોનની રકમ ચુકવેલ નહી અને બાદમાં લોનની વ્યાજ સહીતની રકમ રૂ.2,26,036 – ચુકવવા મંડળીને ચેક આપવામાં આવેલ, જે ચેક પરત ફરતાં મંડળી દ્વારા એડી. ચીફ ડી. મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

07 1

સદરહું કેસના કામે તહોમતદાર તેમના વકીલ મારફત હાજર થયેલ અને બાદમાં કેસમાં કોઈ કાર્યવાહી નહી કરતાં કોર્ટ દ્વારા તહોમતદારના હકક બંધ કરી ફરીયાદી મંડળીની રજૂઆતો તથા પુરાવાઓ અને વકીલની દલીલો ધ્યાને લઈ કોર્ટે સભાસદ આરોપીને તકસીરવાર ઠરાવી 1 વર્ષની સાદી કેસની સજા તથા ચેક મુજબની રકમ 30 દિવસમાં ચુકવી આપવા અને રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવા આવ્યો છે. હાલના કેસમાં ફરિયાદી મંડળી વતી એડવોકેટ ડેનીષ એ. સીણોજીયા તથા મદદનીશ તરીકે મુસ્તફા કાથાવાલા અને અજય વોરા રોકાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.