ધો.૧૦નું વાયરલ થયેલું અંગ્રેજીનું પેપર પુછાયું

board exam | student | education
board exam | student | education

બોર્ડની પરીક્ષામાં પેપર વાયરલ થવાનો સિલસિલો યથાવત: સવારે ૧૦:૧૦ કલાકે મહિસાગરથી અંગ્રેજીનું પેપર વાયરલ થયું

પરીક્ષાના ૨૦ મિનિટ અગાઉ વાયરલ થયેલા પેપર મુજબના જ પ્રશ્ર્નો પરીક્ષામાં પુછાયા: પેપર સિકયોરીટીનો અભાવ

શિક્ષણ બોર્ડની ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં પેપર પરીક્ષા અગાઉ વાયરલ થઈ જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ધો.૧૦માં સવારના સેશનમાં પરીક્ષાના ૨૦ મિનિટ પહેલા જ મહિસાગરથી અંગ્રેજી વિષયનું પેપર વાયરલ થઈ જતા ખળભળાટ મચ્યો હતો. આશ્ર્ચર્યની વાત એ હતી કે જે પ્રશ્ર્નપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયું તે જ પ્રશ્ર્નપત્ર પરીક્ષામાં પુછાતા પેપર સિકયોરીટીનો અભાવ જોવા મળ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. આ વર્ષે પરીક્ષા દરમિયાન ચોરીના દુષણ કરતા પેપર ફુટી જવાના અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવાનું દુષણ વધુ પ્રસર્યું છે. અગાઉ ધો.૧૨નું નામાના મુળતત્વનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. તેની તપાસ હજુ શ‚ થઈ નથી ત્યાં આજે ધો.૧૦નું અંગ્રેજી વિષયનું પેપર પરીક્ષા અગાઉ સોશિયલ મીડિયામાં ફરતુ થઈ જતા શિક્ષણ જગતના ટોચના અધિકારીઓમાં દોડધામ મચી હતી.

મળતી વિગત મુજબ આજે સવારે ૧૦:૩૦ કલાકે ધો.૧૦માં પરીક્ષાનો પ્રારંભ થવાનો હતો પરંતુ પરીક્ષાના નિયત સમયથી ૨૦ મિનિટ પહેલા એટલે કે ૧૦:૧૦ કલાકે મહિસાગરથી ધો.૧૦નું અંગ્રેજીનું પ્રશ્ર્નપત્ર રાજયભરમાં સોશિયલ મીડિયા મારફત ફરતુ થઈ જતા ચકચાર જાગી હતી. પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓ અને વાલીઓના મોબાઈલમાં અંગ્રેજીનું પેપર આવી ગયું હતું. અવાર-નવાર બોર્ડની પરીક્ષાના પેપર વાયરલ થઈ જવાની ઘટનાથી પરીક્ષા સંબંધિત સુરક્ષા વ્યવસ્થાના લીરા ઉડયા છે અને દરેક જિલ્લાકક્ષાએ સ્ટ્રોંગ‚મમાં પ્રશ્ર્નપત્રો સીલ હોવા છતા પેપરો વાયરલ થઈ જતા સુરક્ષા વ્યવસ્થાનો કાયમી અભાવ જોવા મળ્યો છે.

આજે સવારે મોટાભાગના વિદ્યાર્થીઓ ૧૦ કલાકે પરીક્ષાખંડમાં પ્રવેશી ચુકયા બાદ અંગ્રેજીનું પ્રશ્ર્નપત્ર વાયરલ થયું હતું પરંતુ પરીક્ષા શ‚ થવાના ૨૦ મિનિટ અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પ્રશ્ર્નપત્ર મુજબ જ પેપર નિકળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા. જે પ્રશ્ર્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતુ હતુ તેવા જ પ્રશ્ર્ન આજે ધો.૧૦ની અંગ્રેજી વિષયની પરીક્ષામાં પુછાયા હતા. અગાઉ બોર્ડની પરીક્ષામાં બે પેપરો વાયરલ થઈ ગયાની તપાસ હજુ શ‚ પણ નથી થઈ ત્યાં વધુ એક પેપર વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.

આ સમગ્ર મામલે પ્રાથમિક મળતી વિગત મુજબ અંગ્રેજીનું પ્રશ્ર્નપત્ર મહિસાગરથી વાયરલ થયું હોવાનું જાણવા મળ્યું છે અને તે જિલ્લાના શિક્ષણાધિકારી દ્વારા ફરિયાદ કરવાની પ્રક્રિયા પણ હાથધરી છે. આ મામલે વધુ તપાસ પોલીસ કરી રહી છે અને પ્રશ્ર્નપત્ર કોણે વાયરલ કયુર્ં ? અને તેની પાસેથી આ પ્રશ્ર્નપેપર કયાંથી આવ્યું ? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શ‚ કરી દીધો છે.