જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ ભભુકતા 10ના મોત: ત્રણ ગંભીર રીતે ઘાયલ

મધ્યપ્રદેશના જબલપુર શહેરની ન્યૂ લાઇફ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગવાને કારણે દોડધામ મચી છે. જાણવા મળી રહ્યું છે કે આ આગમાં સળગી જવાથી પાંચ લોકોના મોત થયા છે. આ આગમાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આગમાં 10 લોકો જીવતા સળગી ગયા છે. અન્ય લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. મહા મહેનતે ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાથી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

કેટલાક પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી તે પણ કહેવામાં આવી રહ્યું છે કે આશરે 7 લોકોના મૃતદેહ હોસ્પિટલમાંથી કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કેટલા દર્દી દાખલ હતા તેની જાણકારી હજુ મળી નથી. આ હોસ્પિટલમાં આશરે 100 લોકોનો સ્ટાફ છે. પરંતુ કુલ કેટલા મોત થયા છે તેની હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે હજુ મૃત્યુઆંક વધી શકે છે.

આ દુર્ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું, ’રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઈજાગ્રસ્તને 50-50 હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.’