Abtak Media Google News

ભુજ નજીક ટ્રકે છકડાનો બુકડો બોલાવતા ૬ના મોત અને આડેસર પાસે ત્રિપલ અકસ્માતમાં ચારના મૃત્યુ

ભુજના સામત્રા-દેશલપર માર્ગ પર ટોલનાકા નજીક વાંઢાય ગામને જોડતા માર્ગ રવિવારે સર્જાયેલી ગોઝારી માર્ગ અકસ્માતની ઘટનામાં ૬ લોકોના જયારે રાપર તાલુકાના આડેસર ચેક પોસ્ટ પાસે મધરાતે ટ્રેઈલર, ટેમ્પો અને પોલીસવાન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા. જયારે ૨૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં પાંચ લોકોની હાલત ગંભીર બતાવાઈ હતી.

ભુજના સામત્રા-દેશલપર માર્ગ પર ટોલનાકા નજીક વાંઢાય ગામને જોડતા માર્ગ રવિવારે સવારે ૯ વાગ્યાના અરસામાં ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે સર્જાયેલા આ જીવલેણ અકસ્માતમાં ૬ લોકોના મોત નિપજયાં હતા. મૃતકોમાં ૫ ખેતમજુર અને ૧ છકડાનો ચાલકનો સમાવેશ થાય છે. છકડો રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રકો અડફેટે લીધો હતો.

બીજી ઘટના રાપર તાલુકાના આડેસર ચેકપોસ્ટ પાસે બની હતી. મધરાતે ટ્રેઈલર, ટેમ્પો અને પોલીસવાન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રબારી સમાજના ૪ લોકોના મોત થયા હતા તો ૨૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં પાંચ લોકોની હાલત ગંભીર બતાવાઈ હતી.

અકસ્માત બાદ ઘાયલોને રાધનપુર, સાંતલપુર, પાટણ અને મહેસાણા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.